વડોદરા શહેરમા ગઈકાલે આઠ ઈંચથી વધુ વરસાદ વરસયો હતો જેના કારણે આજે શાળા કોલેજો બંધ રહી છે. શાળાઓમાં આજથી શરૂ થતી પરીક્ષાઓ પણ મુલતવી રહી છે.
ગતરોજ પડેલા વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર પાણી ભરાતા DEO કચેરી દ્વારા સ્કુલ કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેમાં ગતરોજ શાળાઓ વહેલી છોડવામાં આવતા રસ્તામાં બાળકો ફસાયા હતા. જેમાં સ્કૂલ વાન પાણીમાં ફસાતા બાળકોને લેવા વાલીઓએ દોડધામ કરી હતી.વડોદરા શહેરમા ગઈ કાલે આઠ ઈંચથી વધુ વરસાદ વરસયો હતો જેના કારણે આજવા સરોવરનું લેવલ 212.21 ફૂટે પહોંચ્યું છે. તેમજ ગઈકાલે રાત્રે 11.40 કલાકે 212.08 ફૂટે સપાટી પહોંચતા પાણીનો ઓવરફ્લો શરૂ થયો હતો. ઉપરવાસમાં આખી રાત વરસાદને પગલે આજવા સરોવરના જળસ્તરની સપાટીમાં વધારો થયો છે. આજવા સરોવરમાંથી પાણી ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે.
વિશ્વામિત્રી નદીનું કાલાઘોડા સર્કલ પાસે લેવલ 26 ફૂટે પહોંચ્યું છે. તેમજ વિશ્વામિત્રી નદી ગમેત્યારે ભયજનક સપાટી વટાવી શકે છે.શહેર મનપાના ફાયરબ્રિગેડ અને પોલીસ તંત્રની ટીમો સ્ટેન્ડબાય રખાઈ છે. આઠ ઈંચ વરસાદથી વડોદરામાં પૂરની સ્થિતિ હોય તેવો માહોલ સર્જાયો છે. ચારે તરફ પાણીની વચ્ચે વડોદરા જળબંબાકાર થયું છે. શહેરમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. વડોદરાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વરસાદથી વડોદરાના લોકોની સ્થિતિ બગડી છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રાવપુરા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. વરસાદના કારણે પાણી ભરાતા તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. શહેર અને જિલ્લામાં સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે.
Reporter: admin