વડોદરાના વાઘોડિયા વિસ્તારના રોડ પર મસમોટો ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો.આખે આખી એક કાર ભુવામાં ગરકાવ થઈ જાય એટલો પહોળો અને ઊંડો ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ ભુવો પડતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ પાલિકા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વાઘોડિયા વિસ્તારના વૈકુંઠ સોસાયટી તરફ જતાં 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતાં ભૂવો પડ્યો. રોડ પર એક કાર ભુવામાં ગરકાવ થઈ જાય એટલો 10 ફૂટ પહોળો અને ઊંડો ભૂવો પડ્યો. જેના કારણે અવરજવર કરતા લોકો સહીત સ્થાનિકોમાં ભુવાના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તેની ભીતિ સેવાઈ રહી છે.જોકે, આ સામે કોર્પોરેશને ભૂવો પડતાં બેરીકેટિંગ લગાવી એક તરફનો રોડ બંધ કરી દીધો છે. સાથે જ ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યો. 3-4 દિવસ બાદ ભુવાનું સમારકામ કરવામાં આવશે.
આ મામલે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ પાલિકા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શાસકો સ્માર્ટસિટીના નામે વડોદરા શહેરને ઉલ્લુ બનાવે છે.વડોદરા શહેર સંસ્કારી નગરી ભુવા નગરી બની છે. વડોદરા ખાડોદરા બન્યું છે.વડોદરા શહેર મચ્છરનગરી. આવા અનેક ઉપનામો આપવામાં આવે છે. નવીનરોડ રસ્તા બને ત્યારે નગરસેવકો અને ધારાસભ્યો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર મુકતા હોય છે. અને હવે જયારે વાઘોડિયા વિસ્તારમાં આટલો મોટો ભુવો પડ્યો છે ત્યારે એ નગર સેવકોને અને ધારાસભ્યને કહો કે અહીંયા આવીને જણાવે કે આ ભુવો અમે પાડ્યો છે. મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ભ્રષ્ટાચારના રૂપિયાના કારણે આ ભુવા પડ્યા છે.
Reporter: News Plus