News Portal...

Breaking News :

ગુજરાત માટે હજુ એક જોખમ આવી રહ્યું છે

2024-08-30 16:23:00
ગુજરાત માટે હજુ એક જોખમ આવી રહ્યું છે


નવી દિલ્હી : હાલ ગુજરાતમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે , પરંતુ હજુ એક જોખમ ગુજરાત પર આવી રહ્યું છે. 


ગુજરાત પર ‘અસના' વાવાજોડું આવી રહ્યું છે .જેને કારણે ગુજરાતમાં સાવધાન રેહવું પડશે. કચ્‍છ નજીક ડીપ ડિપ્રેશન સાયક્લોનિક વાવાજોડું દરિયામાં આવશે જેને લઇ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ તોફાનને લઇ IMD દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલા દિવસથી ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે , ઘણા શહેરોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે.લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. 


હાલ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ દેખાય રહ્યું છે. જેની અસર ૩૦ અને ૩૧ ઑગસ્ટના જોવા મળશે તેવી હાવમાં વિભાગની આગાહી છે  આ ‘અસના' વાવાજોડું આગામી ૨૪ કલાકમાં ત્રાટકી શકે તેમ છે, જેને લઇ IMD દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. આ ડિપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે. જે વાવાજોડામાં ફેરવાઈ જશે. અને જેની અસર ગુજરાતમાં જોવા મળશે. હાલ આગામી દિવસોમાં ગુજરાતમાં ડીપ ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. હાલ ૩૦ અને ૩૧ ઑગસ્ટ સુધી ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે અને સાવચેતી રખવા કહ્યું છે, MD અનુસાર ચક્રવાતની અસર ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર , સોમનાથ , જુણનગઢ , પોરબંદરમાં જોવા મળી શકે તેમ છે, માટે સાવચેતીના રાખવા જણાવ્યું છે. માછીમારોને દરિયાકિનારે ન જવા ક્યુ છે અને  દરિયા કિનારાના લોકોને એલર્ટ રહેવા કહ્યું છે .

Reporter: admin

Related Post