વડોદરા જિલ્લામાં પૂરગ્રસ્ત ગામોમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓમાં મેડિકલ અને પેરા મેડિકલ ટીમ તેમજ અન્ય જિલ્લામાંથી આવેલ મેડિકલ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ, આઉટરીચ ઓ.પી.ડી., એન્ટિલારવા, ડસ્ટિંગ વગેરે જેવી આરોગ્યલક્ષીની કરેલ કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પાદરા તાલુકાના મેઢાદ, વિરપુર અને સાદડ ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય અને જિલ્લાનું આરોગ્ય તંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના સ્વાસ્થ્યની દરકાર કરી રહ્યું છે. જરૂરી મેડીકલ સુવિધાઓ સાથે દવાઓ પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Reporter: admin