શહેરના મેયરના વોર્ડ નંબર 4 માં વોર્ડ કચેરી ખાતે મોટા પાયે પાણીની બોટલ અને ફૂડ પેકેટ પડ્યા હોવા છતાં વોર્ડ કચેરીથી નાગરિકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.ત્યાંના સ્થાનિક અને આગેવાનની ફરિયાદ મળતાં જાણવા મળ્યું હતું.
વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસનનાં પાપે વડોદરા શહેરનાં નાગરિકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે ત્યારે સત્તાધીસો પ્રજાની વ્હારે આવવાની જગ્યાએ ફોટો સેશનનું રાજકારણ કરી રહ્યા છે.જેનું ઉદાહરણ આજે શહેરના મેયરના વોર્ડ નંબર 4 માં વોર્ડ કચેરી ખાતે મોટા પાયે પાણીની બોટલ અને ફૂડ પેકેટ પડ્યા હોવા છતાં વોર્ડ કચેરી થી નાગરિકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.ત્યાં ના સ્થાનિક અને આગેવાન ની ફરિયાદ મળતાં જાણવા મળ્યું કે વોર્ડ ઓફિસરે તેમને જણાવ્યું કે ફૂડ પેકેટ અને પાણી માટે તમારા કોર્પોરેટરોનો સંપર્ક કરો એમના સાથે સંકલન કરીને એમના દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવશે. .
એવી ફરિયાદ મળતાં ની સાથે જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને વોર્ડ પ્રમુખ અશોક પરમાર વોર્ડ કચેરી પોંહચી ને વોર્ડ ઓફિસર ને ઉગ્ર રજૂઆત કરી હતી અને કીધું હતું કે વેરા નું વળતર તો નથી આપી શકતા પરંતુ આવા આફતના સમયમાં પણ વોર્ડ ઓફિસ દ્વારા ભાજપના કોર્પોરેટરોનો સંપર્ક કરવાનું કહેવામાં આવે છે જો કોર્પોરેટરો એ કામ કર્યા હોત તો વડોદરા શહેર ની આવી દુર્દશા ના થઈ હોત છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા ની પ્રજા જમવાની વાત તો દૂર પરંતુ પીવાના પાણી માટે પણ વલખા મારી રહી હતી ત્યારે જો ભાજપ ના કોર્પોરેટરો એ આ ફૂડ પેકેટ અને પાણી પહોંચાડ્યા હોત તો પ્રજાજનોનું જીવન ત્રસ્ત ના થયું હોત જે બાબતે આજે વોર્ડ નંબર ચાર ની મુલાકાત લેતા ત્યાં મોટી સંખ્યામાં પડેલા ફૂડ પેકેટ પાણીની બોટલો નો વેડફાટ ના થાય અને પ્રજાજનો સુધી રાહતની સામગ્રી પહોંચી એ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી ફૂડ પેકેટ અને પાણી ની બોટલો સ્થાનિકો ને આપવામાં આવી હતી
Reporter: admin