વડોદરા : વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉતરી રહી છે, ત્યારે નદીકાંઠાના સૌથી અસરગ્રસ્ત એવા કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરના માર્ગ પણ પાણી ઉતરી ગયા છે.
પાણી ઉતરતા જ ત્યાં ભારે ગંદકી જોવા મળી રહી છે. ગંદકીના ઢગલે ઢગલાથી નરકાગાર જેવી સ્થિતિ છે. ગઈરાત સુધી ત્યાં પાણી ભરેલા હતા અને આજ સવારથી પાણી ઉતરી ગયા છે.
જોકે કોર્પોરેશન દ્વારા આ સ્થળે તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરી છે. આજ સવારથી કોર્પોરેશન દ્વારા અહીં સફાઈ માટે કામદારોની ટુકડીઓ ઉતારી છે. અહીં વડોદરા ઉપરાંત સુરતના સફાઈ કામદારો સફાઈ કામગીરીમાં લાગ્યા છે.
Reporter: admin