પિખોર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના પિખોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર.

વસ્તી અને વિસ્તારના ઘોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને તાલુકાના બીજા આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવા ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાહેબના અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨૪ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. જે મા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના પિખોર ગામે પીએચસી મંજૂર થતા પિખોર ગામ તેમજ આસપાસના ગ્રામ્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ મહામંત્રી વજુભાઈ વાજા દ્વારા વર્ષ 2021 દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને પિખોર ગામે પીએચસી મંજૂર કરવા એક પત્ર લખીને રજુવાત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇ આરોગ્ય મંત્રાલય દ્વારા જે phc મંજૂર કરવામાં આવ્યું છે. આ તકે વજુભાઈ વાજા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પીખોર ગામે આરોગ્ય કેન્દ્ર મંજુર થતા આજુબાજુમાં આવેલ ગામો ગુંદાળા, સેમળીયા, રાયડી, જમાલપરા, વિઠ્ઠલપુર, વડાળા, જાવંત્રી, લીમધ્રા, સહિતના ગ્રામ્ય લોકોને સુવિધાઓ મળી રહે છે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોક ઉપયોગી બનાવવા આ કેન્દ્ર મહત્વનું બની રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર , લેબોટરી ટેક્નિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, સિનિયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની પણ નિમણૂક કરાય છે.

Reporter: admin