News Portal...

Breaking News :

લખપતથી 76 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સવારે 10.44 વાગ્યે ભૂકંપ આવ્યો

2024-12-23 16:43:35
લખપતથી 76 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સવારે 10.44 વાગ્યે ભૂકંપ આવ્યો


ભુજ : ગુજરાતના કચ્છજિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ એ જણાવ્યું હતું કે સોમવારે સવારે 10.44 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ લખપતથી 76 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. 


ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ એ આ જાણકારી આપી. જેમાં જિલ્લા વહીવટી તંત્રએ કહ્યું કે હાલમાં ભૂકંપને કારણે કોઈ જાનહાની કે જાન-માલને નુકસાન થયું હોવાની માહિતી નથી.કચ્છમાં આ મહિનામાં અત્યાર સુધીમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં બે વખત ત્રણથી વધુની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે 


ISR અનુસાર, 7 ડિસેમ્બરે જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. ગત મહિને 18 નવેમ્બરે કચ્છમાં ચારની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ISR ડેટા અનુસાર આ અગાઉ 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Reporter: admin

Related Post