News Portal...

Breaking News :

લીમખેડા પોલીસ સ્ટેશનમા એએસઆઈ તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીના પર્સ મા રાખેલા રોકડા રૂા.2600/- ની ચોરી

2024-07-13 13:46:45
લીમખેડા પોલીસ સ્ટેશનમા એએસઆઈ તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીના પર્સ મા રાખેલા રોકડા રૂા.2600/- ની ચોરી


લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામે આવેલ આઉટ પોસ્ટની ઓફિસમાં અજાણ્યા તસ્કરોએ તાળુ તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કચેરીના  લોકર માંથી લીમખેડા પોલીસ સ્ટેશનમા એએસઆઈ તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીના પર્સ મા રાખેલા રોકડા રૂા.2600/- ની ચોરી કર્યા બાદ મોબાઈલમા રીલ્સ બનાવી સોશિયલ મિડીયામા વાયરલ કરી ફરાર થઈ જતાં પોલીસે વાયરલ વિડીયોના આધારે ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.


ગઈ તા.૦૯મી જુલાઈના રોજ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઈ સંજયભાઈ મોતીભાઈ વણઝારા તથા તેમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓ સવારના નવેક વાગ્યાના આસપાસ મોટીબાંડીબાર આઉટ પોસ્ટ ખાતેની ઓફિસ પર હાજર હતાં અને ઓફીસ તેમજ પરચુરણ અરજીને લગતુ કામ પુર્ણ કરી આશરે એકાદ વાગ્યાની આસપાસ અરજીના કામે અરજદારોને તથા સમન્સ વોરંટ નોટીસની કામગીરી અર્થે મોટીબાંડીબાર આઉટ પોસ્ટની ઓફીસને લોક મારી ફીલ્ડની તેમજ અન્ય કામગીરી કરી લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે આવ્યાં હતાં. આ દરમ્યાન એએસઆઈ સંજયભાઈ પોતાનું પર્સ બાંડીબારની આઉટ પોસ્ટની ઓફિસમાં પોતાનું પર્સ ભુલી જતાં જેમાં રોકડા રૂપીયા 2600 જેટલા હતાં, તે લેવા માટે સાંજના પાંચેક વાગ્યાના આસપાસ મોટીબાંડીબારની આઉટ પોસ્ટની ઓફિસે પહોંચતાં જ્યાં આઉટ પોસ્ટની ઓફિસના દરવાજાનું લોક તુટેલ હાલતમાં જાેવા મળ્યું હતું અને ઓફિસમાં જઈ તપાસ કરતાં ઓફિસમાં ડ્રોવરમાં મુકી રાખેલ રોકડા રૂા.2600 ભરેલ પર્સ જાેવા મળ્યું ન હતું અને ઓફિસનો સરસામાન પણ વેરવિખેર જાેઈ ઓફિસમાં ચોરી થઈ હોવાનું જણાતાં આ સંબંધે લીમખેડા પોલીસ સ્ટેશનના એએસઆઈ સંજયભાઈ મોતીભાઈ વણઝારાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


વિડીયો વાયરલ કરતા આરોપીઓ ઝડપાયા લીમખેડા તાલુકાની મોટી બાંડીબાર આઉટ પોસ્ટ ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરતાં ચોરી કરવા આવેલી સમયે ચોરી કર્યા બાદ મોબાઇલ દ્વારા રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જે વિડીયોના આધારે લીમખેડા પોલીસ અને દાહોદ એલસીબીએ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં (1) નવસાદ રજબભાઈ શેખ ઉંમર વર્ષ 26 રહેવાસી- દાહોદ જુના વણકરવાસ (2) અયાઝમહમંદ રીઝામહમંદ મકરાણી ઉ.વ.18 રહેવાસી-મુલ્લાવાડા દાહોદ, (3) બાદલ હસમુખ રાવળ, રહેવાસી, ગારખાયા દાહોદ ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.લીમખેડા કોર્ટે સોમવારે 12:00 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા લીમખેડા પોલીસે ચોરીના ગુનામા ઝડપાયેલા ત્રણેય આરોપીઓને આજે લીમખેડા કોર્ટમા રજુ કરતા પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતા લીમખેડા કોર્ટે ત્રણેય આરોપીઓના સોમવારે 12:00 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.હાલ તો પોલીસે સમગ્ર ચોરીની ઘટના મુદ્દે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન, રોકડ રુપીયા 2600/- જપ્ત કરી પોલીસે રીમાન્ડ દરમ્યાન અન્ય ચોરીના ગુન્હામા સંડોવાયેલ છે કેમ? તે દિશામા તપાસ શરુ કરી છે.

Reporter: admin

Related Post