શહેરના ફતેગં જ સાઈનાથ ક્રિએશન પાસેથી બપોરના 1:30 વાગે અરસામાં આરોપી મહિલા નામે વૈષ્ણવી સુભાષચંદ્ર કહેશવાની એ ફરિયાદીની કોઈપણ જાતની જાણ કર્યા વગર ફરિયાદીને શિફ્ટ કાર ₹5 લાખની ચોરી કરી કાર લઈને ફરાર થઈ ગઈ હતી
જે મામલે ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનામાં આરોપી મહિલા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસને મળેલ માહિતી અનુસાર મહિલા આરોપી સુરતમાં આશ્રય લઈ રહેલી હોય તેવી માહિતી મળતાની સાથે જ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા સુરત જઈને મહિલા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહિલા આરોપી વૈષ્ણવી સુભાષચંદ્ર કેશવાણીને સમગ્ર બાબતે વધુ તપાસ કરતા પ્રાથમિક પૂછપરછમાં આરોપી 8 લાખ જેટલી રકમને લોન એક વ્યક્તિને રૂપિયા આપ્યા હતા જે ઘણા સમયથી રૂપિયા પરત ન આપતો હતો જે વ્યક્તિ કાર લઈને ઘણા સમયથી ફેરવતો હોય જેને લઇને આરોપી મહિલા એ તે કારની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
Reporter: admin







