ટોક્યો : છેલ્લા કેટલાક વર્ષોથી વધતા જતા ખતરાના પગલે સુરક્ષા માટે ચિંતિત બન્યું છે. જાપાને ગત વર્ષ 59 બિલિયન ડોલરના રેકોર્ડતોડ સંરક્ષણ બજેટનું એલાન કર્યુ હતું.
પોતાની સુરક્ષા અંગેના આકલન પર એક વાર્ષિક શ્વેતપત્ર બહાર પાડયું છે જેમાં રક્ષા મંત્રાલયનું કહેવું હતું કે ઇન્ડો પ્રશાંત ક્ષેત્ર દ્વિતીય વિશ્વયુધ્ધના અંત પછી સૌથી ગંભીર અને જટિલ પ્રકારના સંકટનો સામનો કરી રહયું છે.આ શ્વેતપત્રમાં ચીન સાથે જોડાયેલા ક્ષેત્રીય તણાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ચીન સાગરની આસપાસના મોટા ભાગના વિસ્તારો પર ચીન પોતાનો દાવો રજૂ કરે છે.
આ મુદ્વે ચીન સાથે જાપાનના સંબંધો ખૂબજ તંગ રહે છે. 572 પાનાના શ્વેતપત્રમાં સંરક્ષણમંત્રી મિનોરુ કિહારાએ ટોકયોના રક્ષા આયોજનોને ચેતવણીની સૂરમાં પ્રસ્તુત કર્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય સંકટના આ નવા યુગમાં પ્રવેશ કરી ચુકયું છે અને બીજા વિશ્વયુધ્ધ પછી સૌથી મોટી કસોટીનો સામનો કરી રહયું છે.
Reporter: admin