વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા (VSI), વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત અને આદિકયુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, અલકાપુરી,વડોદરા,દ્વારા 4 ઓગસ્ટ, 2024ના રોજ વોકાથોન કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વાર્ષિક ઉજવણીના ભાગ રૂપે દર વર્ષે 6ઠ્ઠી ઓગસ્ટના રોજ વાસ્ક્યુલર ડે તરીકે ઉજવવામાં આવે છે.
વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા દર વર્ષે સમગ્ર ભારતમાં લોહીની નસો ને લગતા રોગો જેમ કે વેરીકોઝ વેઇન્સ, ડીપ વેઇન થ્રોમ્બોસીસ (DVT), પેરિફેરલ આર્ટરી ડીસીસ (PVD), ગેંગરીન અને ડીઇબીટીક ફૂટ વિશે જાગૃતતા ફેલાવવા માટે વોકાથોન, મેરેથોન અને પ્લૉગિંગ રન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.વોકાથોન, દેશભરમાં આશરે 34 શહેરોમાં યોજાવાની છે.આ કાર્યક્રમ વાસ્ક્યુલર રોગ માં પગ નું એમ્પ્યુટેશન અટકાવવા માટે પ્રયત્નશીલ મિશન એમ્પ્યુટેશન ફ્રી ઈન્ડિયા ને પ્રોત્સાહન આપવાનો છે. નવી દિલ્હી ખાતે વોકાથોનમાં મુખ્ય અતિથિઓ ઓમ બિરલા, લોકસભાના સ્પીકર, અને જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે.
વડોદરામાં આ કાર્યક્રમ 4 ઓગસ્ટ 2024ના રોજ સવારે 7:30 વાગ્યે આદિકયુરા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ થી શરૂ થશે અને નટુભાઈ સેન્ટર પર આગળ વધશે અને પાછા આદિકુરા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ પર પરત ફરશે.લોકસભાના સભ્ય હેમાંગ જોશી આ ખાસ વોકાથોનને ફ્લેગ ઓફ કરાવશે. આ પહેલ માત્ર એક સ્વસ્થ ભવિષ્ય માટે ચાલવું એ એક આદર્શ કસરત છે એના પર ભાર નથી મુકતો પરંતુ વાસ્ક્યુલર રોગોની સમયસર તપાસ, નિદાન અને સારવારના મહત્વ દર્શાવે છે.વોકાથોન સાથે જોડાણમાં, આદિકયુરા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતેની વાસ્ક્યુલર ટીમ ૩જી ઓગસ્ટ 2024ના રોજ લોહી ની નસો ને લાગતા રોગોની સમસ્યાઓ માટે એક મફત નિદાન કેમ્પનું આયોજન કરવા માં આવ્યું હતું. આ કેમ્પનો ઉદ્દેશ્ય ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા નો અને વાસ્ક્યુલર સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.વોકાથોન અને નિદાન કેમ્પ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને +91 89805 00032 પર આદિકયુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નો સંપર્ક કરો
Reporter: admin