વડોદરા: કેદારનાથ ભોળાનાથના દર્શન કરવા યાત્રીઓ ઘણી દૂર થી આવતા હોય છે. હાલ નવાપુરા વિસ્તારમાં રહેતા પાંચ યુવાનો કેદારનાથ ગયા હતા. ત્યા હાલ વરસાદી માહોલ છે.
કેદારનાથમાં વાદળ ફાટતાં ઠેર-ઠેર પાણી વહી રહ્યું છે.જેમાં આ પાંચ યુવાનો ફસાયા હતા. હાલ ત્રણ દિવસ બાદ ગૌરીકુંડ સુધી આજે પહોંચ્યા છે. અહીં સુધી પહોંચવા તેમણે ખુબ તકલીફો પડી છે. ઘણી વાર પ્રયત્ન કર્યા પછી તેમણે પરિવારને સંપર્ક કર્યો છે અને તેમની ખબર આપી છે.જાણવા મળ્યું છે કે હાલ તેઓ સુરક્ષિત છે. પરંતુ પાછા આવવા માટે ખુબ તકલીફો પડી રહી છે.
વધુમાં તેમન્ના પરિવારજનુનો એ જણાવ્યુંકે પોલીસ દ્વારા ત્યાં કોઈપણ પ્રકારની મદદ મળી નથી અને સ્થાનિક વડોદરાના કોર્પોરેટર અને સાંસદને અમે સંપર્ક કરી મદદની કોશિશ કરી છે.આ પરિવારે ટેલિફોનિક થકી ફસાયેલા તેમના પતિ સાથે વાત કરી છે ત્યાં પતિનું કેવું છે કે મોતના કૂવામાંથી મેં બહાર નીકળ્યા છે હવે અમે સુરક્ષિત છીએ. ખુબ તકલીફો પછી હાલ તેઓ સુરક્ષિત છે.
Reporter: admin