નવી દિલ્હી: કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ મામલે આજે ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી,
આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા CBI વતી અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહ્યા હતા. સુનવણી દરમિયાન બંને સિનીયર વકીલો વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. એક સમયે સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં જ કપિલ સિબ્બલને ઠપકો આપી દીધો હતો, તેમણે કહ્યું કે, કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે, હસો તો નહીં.સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ જયારે એફઆઈઆર નોંધવામાં પોલીસે કરેલી ગડબડ અંગે કોર્ટનું ધ્યાન દોરી રહ્યા હતા, ત્યારે જ્યારે સિબ્બલ કથિત રીતે હસ્યા હતા, ત્યારે તુષાર મહેતાએ કપિલ સિબ્બલને ઠપકો આપ્યો હતો.
ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેંચે સુનાવણી કરી હતી. CBIએ આજની સુનાવણી દરમિયાન તપાસની પ્રગતિ પર સુપ્રીમ કોર્ટમાં તેનો સ્ટેટસ રિપોર્ટ સુપરત કર્યો, એજન્સીને ઘણી ખૂટતી કડીઓ મળી છે.CBIએ તેના સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ક્રાઈમ સ્પોટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. પીડિત પરિવારને તેમની દીકરીના મૃત્યુ અંગે ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો. પરિવારને જાણ કરવામાં આવી હતી કે તેમની પુત્રીનું આત્મહત્યાના કારણે મૃત્યુ થયું છે.તુષાર મહેતાએ કહ્યું કે સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે અગ્નિસંસ્કાર પછી રાત્રે 11:45 વાગ્યે પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી. માતા-પિતાને કહેવામાં આવ્યું હતું કે આત્મહત્યા છે, પછી કહ્યું હત્યા છે, પછી હોસ્પિટલના ડૉક્ટરના મિત્રોએ વીડિયોગ્રાફીનો આગ્રહ કર્યો. તેઓને શંકા પણ હતી કે કંઈક ખોટું થઇ રહ્યું છે.”કોર્ટે કોલકાતા પોલીસ અધિકારીને નિર્દેશ આપ્યો હતો કે જેણે આ બળાત્કાર-હત્યા વિશે પ્રથમ એન્ટ્રી નોંધી હતી.
Reporter: admin