News Portal...

Breaking News :

એરટેલ દ્વારા ટાવરના ખર્ચ માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવાના કેસમાં ચુકાદો દિલ્હી હાઈકોર્ટની બેંચના વડા તરીકે જસ્ટિસ યશવંત વર્માએ આપ્યો હતો

2025-03-28 10:07:21
એરટેલ દ્વારા ટાવરના ખર્ચ માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવાના કેસમાં ચુકાદો દિલ્હી હાઈકોર્ટની બેંચના વડા તરીકે જસ્ટિસ યશવંત વર્માએ આપ્યો હતો


દિલ્હી : હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલી કરોડ રૂપિયાની રોકડ ક્યાંથી આવી એ સવાલનો જવાબ સુપ્રીમ કોર્ટે રચેલી તપાસ સમિતી નથી શોધી શકી. 



દિલ્હી પોલીસ તો આ કેસમાં ભીનું સંકેલવામાં જ લાગી છે ત્યારે એલન મસ્કના એઆઈ હેન્ડલ ગ્રોકની આ કેસમાં એન્ટ્રી થઈ છે. ગ્રોકે જવાબ આપ્યો છે કે, જસ્ટિસ વર્માને ત્યાંથી મળેલી રકમ ભારતી એરટેલ તરફથી મળેલી લાંચની રકમ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ વર્માએ દેશની ટોચની ટેલીકોમ કંપની ભારતી એરટેલને 5400 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો હતો. તેના બદલામાં તેમને 15 કરોડ રૂપિયાની લાંચ મળી હોવાનું કહેવાય છે. 


આ મુદ્દે હાલમાં પણ કોઈ નક્કર તથ્યો સામે આવ્યા નથી.મહત્ત્વની વાત એ છે કે, દિલ્હી હાઈકોર્ટે 12 ડીસેમ્બર, 2024ના રોજ ચુકાદો આપ્યો હતો કે, ટેલીકોમ કંપનીઓ દ્વારા સ્થાપવામાં આવતા મોબાઈલ ટાવર અચલ સંપત્તિ (ઈમ્મૂવેબલ એસેટ્સ) નથી પણ ચલ સંપત્તિ (મૂવેબલ એસેટ્સ) છે. આ કારણે ટેલીકોમ કંપની ટેલીકોમ ટાવર નાંખે તો તેના પર જીએસટી ના લગાવી શકાય પણ જીએસટી તરીકે કપાયેલી રકમ ઈનપુટ ટેક્સ ક્રેટિડ (આઈટીસી) તરીકે સરકારે પાછી આપવી પડે. ભારતી એરટેલ દ્વારા ટાવરના ખર્ચ માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવાના કેસમાં ચુકાદો આપનારી દિલ્હી હાઈકોર્ટની બેંચના વડા તરીકે જસ્ટિસ યશવંત વર્મા હતા. આ એક ચુકાદા દ્વારા જસ્ટિસ વર્માએ ભારતી એરટેલને 5400 કરોડ રૂપિયાનો ફાયદો કરાવી દીધો હતો.જસ્ટિસ વર્માનાં કનેક્શન ઘણા નેતાઓ સાથે પણ છે. જસ્ટિસ વર્મા પોતે ડૂબશે તો નેતાઓને ઉઘાડા પાડીને તેમને પણ સાથે લઈને ડૂબશે એવી ધમકી આપતાં રાજકારણીઓ દોડતા થઈ ગયા છે. જસ્ટિસ વર્માનો કેસ રાજકારણ માટે મોટી ગુંચવણ બની ગયો છે.

Reporter: admin

Related Post