News Portal...

Breaking News :

વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કુલ ૫૦૦૦૦ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ લક્ષ્યાંક સિદ્ધિની નજીક

2025-06-28 16:36:09
વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કુલ ૫૦૦૦૦ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ લક્ષ્યાંક સિદ્ધિની નજીક


કુલ ૧૧૫ ગુજરાતી પ્રાથમિક શાળા, ૦૬ અંગ્રેજી પ્રાથમિક શાળા અને ૧૦ માધ્યમિક શાળા મળી કુલ ૧૩૧ શાળાઓમાં બાલવાડીમાં ૪૦૨૬, બાલવાટીકામાં ૪૩૯૬ અને ધોરણ ૧ થી ૮ માં ૭૪૬ બાળકોએ ખાનગી શાળામાંથી અને માધ્યમિક શાળાઓમાં ૯૪૪ બાળકોએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન પ્રવેશ મેળવ્યો.


ગુજરાત રાજ્યમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની કુલ – ૧૩૧ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા પદાધિકારી અને અધિકારી દ્વારા વડોદરા શહેરની વિવિધ શાળાઓની મુલાકાત લઈને શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તૃતીય દિવસે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, અને પૂર્વ અધ્યક્ષ મિનેશભાઇ પંડ્યા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શાસનાધિકારીશ્રી ડૉ. વિપુલભાઈ ભરતીયા દ્વારા પ્રમુખસ્વામી મહારજ પ્રાથમિક શાળા તથા ચાણકય પ્રા. શાળાની મુલાકાત લઈને બાલવાડી તથા બાલવાટિકાના બાળકોને શાળામાં આવકાર્યા હતા. પૂર્વ અધ્યક્ષ મિનેશભાઇ પંડ્યા દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનાં નામાંકનમાં જે અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે તેની વાત કરી હતી. આ વર્ષે બાલવાડીમાં , બાલવાટિકા અને ધોરણ ૧ થી ૮ માં બાળકોએ ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવ્યો હતો. શાસનાધિકારી ડૉ. વિપુલ ભરતીયાએ શાળામાં SMC નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શાળાના સંપૂર્ણ વિકાસ અને ગુણવત્તા માટે એસએમસીની સક્રિય ભાગીદારી ખૂબ જરૂરી છે અને આ કારણે જ શાળાઓમાં નામાંકન માં ઉતરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધભાઈ દેસાઈ દ્વારા પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રા. શાળાના બાળકોને ઉમળકાભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેઓ દ્વારા બાળકોને શાબ્દિક પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સદર શાળાના ઘણા બાળકો આજે CA, એન્જિનિયરિંગ વગેરે જેવા અભ્યાસક્રમોમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે, જેનાથી આકર્ષાઈને આ શાળામાં આજે ડોક્ટર વાલીના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. ગત વર્ષોમાં શાળામાં નામાંકન જે વધ્યું છે તેના માટે આચાર્ય અને શિક્ષકો પર વિશ્વાસ મુકવા બદલ તમામ વાલીઓનો આભાર માન્યો હતો અને શાળાના આચાર્ય અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.  


વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ જયપ્રકાશ સોની, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાળુંકે છત્રપતિ શિવાજી  પ્રા. શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી પ્રા. શાળા, આદિ શંકરાચાર્ય પ્રા. શાળા અને વીર સાવરકર પ્રા. શાળા (સવાર)માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેઓએ શાળાના બાળકો માટે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અકોટા વિધાનસભાના ધારાસભ્યશ્રી ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરા શહેરના પૂર્વ મેયર નીલેશભાઈ રાઠોડ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નીલેશભાઈ કહાર સાઈબાબા પ્રા. શાળા, વડોદરા મહાનગર પાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સભ્ય જીગ્નેશભાઈ પરીખ લાલ બહાદુર શાસ્ત્રી પ્રા. શાળા(બપોર), શહેર ભાજપા મહામંત્રી જશવંતસિંહ સોલંકી સુભાષચંદ્ર બોઝ પ્રા. શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નીપાબેન પટણી દ્વારા ડૉ.હંસા મહેતા પ્રાથમિક શાળામાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સભ્ય રણજીતસિંહ રાજપૂત દ્વારા કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રા. શાળા, જગદિશચંદ્ર બોઝ પ્રા. શાળા અને ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવી પ્રોત્શાહિત કર્યા હતા.ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી દ્વારા ઋષિ વિશ્વામિત્ર પ્રા. શાળા, નાણા વિભાગ, ગુજરાતના ઉપસચિવ કીર્તિ એ ચૌહાણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ દ્વારા પૂજ્ય વલ્લભાચાર્ય પ્રા. શાળા, સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાતના ઉપસચિવ અંકિતા મોદી દ્વારા લાલજી મહારાજ પ્રા. શાળા, સમગ્ર શિક્ષા, ગુજરાતના સચિવ શિલ્પાબેન પટેલ, વડોદરા મહાનગર સેવાસદન ના સ્થાયી સમિતિના પૂર્વ અધ્ય્ક્ષ ડૉ.હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રા.શાળા અને વેદ વ્યાસ પ્રા. શાળા, કમિશનર (ICDS), ગુજરાત શ્રી રણજીતકુમાર સિંઘ દ્વારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા દ્વારા માં ઉપસ્થિત રહી બાળકોને ઉમંગભેર પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત વડોદરા શહેરના અન્ય મહાનુભાવોએ વિવિધ શાળાઓમાં હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની શાળાઓમાં આભ્યાસ કરતા બાળકો માટે શાળામાં આવવા-જવા માટે નિશુલ્ક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવી, જે અંતર્ગત આ વર્ષે ૩૬ શાળાના કુલ ૫૨૫૬ બાળકો લાભ મેળવશે.””“”ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત શાળાઓના બાળકોના આરોગ્ય જાળવણી હેતુથી દરેક શાળામાં આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના હિમોગ્લોબીન, આંખ અને દાત ની તપાસ કરવામાં આવી.”ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં વડોદરા મહાનગરના ચુંટાયેલા પ્રતિનિધઓ  પદાધિકારીઓ, અધિકારીઓ, સાંસદ ,ધારાસભ્યઓ  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના તમામ સભ્યશ્રીઓ,વડોદરા સંગઠનના હોદેદારશ્રીઓ, તમામ શાળાના આચાર્યઓ, એસ.એમ.સી.ના તમામ સભ્યઓ,  તમામ શિક્ષકગણ,વાલીગણ, ચોથાવર્ગના તમામ કર્મચારીઓ અને શુભેચ્છક નો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા પરિવાર તમામનો અભાર વ્યક્ત કરે છે.

Reporter: admin

Related Post