વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સિક્યુરિટી વગરના ATM તોડવાનો પ્રયાસ કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આરોપીઓએ સાંકરદા-ભાદરવા રોડ અને મંજુસર G.I.D.C. મેઇન રોડ પરના ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો.મુખ્ય આરોપી ઓનલાઇન ગેમમાં આશરે ૧૫ લાખ રૂપિયા હારી જતા આ ગુનાને અંજામ આપ્યો.
ATM તોડવાના સાધનો એક વેલ્ડીંગની દુકાનમાંથી ચોરવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ગેસ કટર, સિલિન્ડર અને ગુનામાં વપરાયેલ ગાડી કબજે કરી છે.
Reporter: admin