સિયોલ: માણસના જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ આવે છે. આ દરમિયાન ઘણીવાર લોકો અમુક એવા ગંભીર પગલાં ભરી લે છે, જેનાથી બીજાના જીવને પણ જોખમમાં મૂકી દે છે.

આવો જ એક ચોંકાવનારો કેસ સાઉથ કોરિયાના સિયોલથી સામે આવ્યો છે. અહીં એક 67 વર્ષીય વ્યક્તિ પોતાની પત્ની સાથેના વિવાદ અને છૂટાછેડાના કારણે એટલો ગુસ્સામાં આવી ગયો કે, તેણે ચાલતી મેટ્રો ટ્રેનમાં આગ લગાવી દીધી. આ ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, આરોપીનું નામ વોન જણાવવામાં આવી રહ્યું છે.

તે સિયોલમાં એક મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાની પત્ની સાથેના છૂટાછેડાને લઈને તે ખૂબ જ પરેશાન હતો અને ગુસ્સામાં આવીને તેણે મેટ્રો સ્ટેશનના ડબ્બાની અંદર પેટ્રોલ છાંટીને પોતાને આગ લગાવી દીધી. ચોંકાવનારી વાત એ છે કે, આગ લગાવતા પહેલા તેણે પોતાના જ કપડાને સળગાવ્યા અને બાદમાં આગ ચારેબાજુ ફેલાઈ ગઈ અને મેટ્રોની અંદર નાસભાગ મચી ગઈ.
Reporter: admin