વડોદરા : શહેર માં અવારનવાર મગર અને મોતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે એવી જે ઘટના વડોદરા શહેર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વામિત્રીના કાંઠે વધુ એક મૃત મગર હાલતમાં મળી આવ્યો હતો.

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી નો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો ત્યારથી જ મગરની મોતની ઘટના જોવા મળી રહી હતી. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વામિત્રી કાંઠે વધુ એક મગરનું મોત જોવા મળ્યું હતું.

વિશ્વામિત્ર ના કાંઠે 10 ફૂટ જેટલો મગરનો મોત થયું આશરે એનું વજન ૪૦૦ કિલો થી વધુ જોવા મળ્યો હતો ત્યારે કાદવ કીચડ વાળી જગ્યા થી મગર ને કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી જેમાં સ્થાનિક અને રાહદારીઓની પણ મદદ લઈને મગરને બહાર કાઢવા આવ્યો હતો અને મગર ને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Reporter: admin







