News Portal...

Breaking News :

કેન્દ્રીય કેબિનેટે ચંદ્રયાન મિશનને આગળ વધારવાની મંજૂરી આપી

2024-09-18 17:38:19
કેન્દ્રીય કેબિનેટે ચંદ્રયાન મિશનને આગળ વધારવાની મંજૂરી આપી


નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે બુધવારે ચંદ્રયાન મિશનને આગળ વધારવાની મંજૂરી આપી દીધી છે, ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનએ ચંદ્રયાન-3 મિશનના લેન્ડરને ચંદ્રની ધરતી પર સફળતા પૂર્વ લેન્ડ કરાવીને ઈતિહાસ સર્જ્યો હતો.


 ISROની આ સફળતાએ સમગ્ર વિશ્વની ધ્યાન ખેંચ્યું છે, અંતરીક્ષ ક્ષેત્રમાં ISRO હવે વિશ્વની આગળ પડતી સંસ્થાઓની એક ગણાવા લાગી છે. સરકાર પણ ISROના મિશનને દરેક પ્રકારે સહાયતા પૂરી પાડી રહી છે. એવામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ચંદ્રયાન મિશનને આગળ વધારવાની મંજૂરી આપી દીધી છે, ઉપરાંત અન્ય કેટલાક મહત્વકાંક્ષી મિશનને પણ મંજુરી આપવામાં આવી છે.ચંદ્રયાન-4 ઉપારાંત કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન, ગગનયાન મિશન, ઇન્ડિયન સ્પેસ સ્ટેશન વિકાસ અને નેક્સ્ટ જનરેશનના લોન્ચ વિહિકલના વિકાસને મંજુરી આપી છે.


ચંદ્રયાન-4 ચંદ્ર મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર સફળ ઉતરાણ પછી પૃથ્વી પર પરત ફરવા માટે ટેક્નોલોજી વિકસાવવાનો છે. ચંદ્ર પરના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવા માટે ચંદ્રયાન-4 વિકસાવવામાં આવી રહ્યું છે.વિનસ ઓર્બિટર મિશન (VOM) શુક્રના વાતાવરણ અને ભૂસ્તરને વધુ સારી રીતે સમજવા માટે વૈજ્ઞાનિક સંશોધનના હેતુ સાથે વિકસાવવામાં આવી રહ્યું છે.કેબિનેટે વૈજ્ઞાનિક સંશોધન માટે ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS) ના નિર્માણને પણ મંજૂરી આપી છે. હાલમાં, માત્ર બે જ સ્પેસ સ્ટેશનો કાર્યરત છે, યુએસની આગેવાની હેઠળનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ચીનનું ટિઆંગોંગ. 2028માં તેના પ્રથમ મોડ્યુલના લોન્ચ સાથે BASની સ્થાપના કરવાનું આયોજન છે.

Reporter: admin

Related Post