News Portal...

Breaking News :

વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ હાલનાં પ્લેટફોર્મ નંબર 7 ઉપર થશે

2024-09-18 16:59:03
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ હાલનાં પ્લેટફોર્મ નંબર 7 ઉપર થશે


વડોદરા : NHSRCLના ડાયરેક્ટર પ્રમોદ શર્માએ પત્રકાર પરિષદ યોજી માહિતી પુરી પાડી છે કે, વડોદરામાં પૂર માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી જવાબદાર હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. 


ચકાસણી કરતા તેના ફોટોગ્રાફ જુના હોય લોકોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય થતા અમે સ્પષ્ટતા આપી છે.  વડોદરા મહાનગર પાલિકા તરફથી પણ આ બાબતે ક્લિનચીટ મળી છે. વડોદરામાં 8 કિલોમીટરના દાયરામાં 50 ટકા નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. વિશ્વામિત્રી ઉપર 40 મીટરના 2 સ્પાનની કામગીરી ચાલી રહી છે.આ નિર્માણાધીન વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન શહેરના પંડ્યા બ્રિજ નજીક અંદાજે 16467 ચોરસ મીટર વિસ્તારમાં વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ હાલનાં પ્લેટફોર્મ નંબર 7ની ઉપર થઇ રહ્યું છે.  પહેલા માળના સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. 10 સ્લેબમાંથી 01 સ્લેબ પૂર્ણ થઈ ગયો છે.  



છ બુલેટ ટ્રેન સ્ટેશનો વાપી, બીલીમોરા, સુરત, આણંદ, ભરૂચ અને અમદાવાદના રેલવે લેવલ સ્લેબનું કામ પૂર્ણ થયું છે અને સુપરસ્ટ્રક્ચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે. સુરત, આણંદ, વડોદરા અને સિલવાસામાં અનુક્રમે 70 મીટર, 100 મીટર, 130 મીટર અને 100 મીટર સુધીના ચાર (04) સ્ટીલના પુલનું કામ પૂર્ણ થયું છે. હાઈ-સ્પીડ રેલ તાલીમ સંસ્થા, વડોદરાનું સ્થળ નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ગુજરાત, ખાતે  334 તાલીમાર્થીઓને તાલીમ પણ આપવામાં આવશે.

Reporter: admin

Related Post