News Portal...

Breaking News :

જીતેશ , રાણાજી અને અર્પિત સાગરની ત્રિપૂટીએ ભેગા મળી સત્તાનો ભરપૂર દુરુપયોગ કર્યો.ગેરકાયદેસર બાંધકામને વેગ આપ્યો..રાજ્ય સરકાર પાસે વિગતવાર રિપોર્ટ ગયો છે..

2025-04-05 10:25:16
જીતેશ , રાણાજી અને અર્પિત સાગરની ત્રિપૂટીએ ભેગા મળી સત્તાનો ભરપૂર દુરુપયોગ કર્યો.ગેરકાયદેસર બાંધકામને વેગ આપ્યો..રાજ્ય સરકાર પાસે વિગતવાર રિપોર્ટ ગયો છે..


કમિશનરે જીતેશ ત્રિવેદીને 2 વર્ષ સુધી ખોટી રીતે ગેરકાયદેસર ફેર નિમણુંક આપીને ગુનાઇત કૃત્ય કર્યું છે.. હેડીગ 
2 વર્ષમાં બંનેએ સાથે મળીને જે બિલ્ડરોં, આર્કીટેકોને એન ઓ સી સહીત જે પણ મજૂરી આપી, તેને રદ કરવી જરુરી...
કોર્પોરેશન કમિશનર દિલીપ રાણા રાજ્ય સરકારને પણ ગાંઠતા નથી અને તેમણે રાજ્ય સરકારની મંજૂરી લીધા વગર જ વિવાદીત પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીની 2 વર્ષ સુધી કોર્પોરેશનમાં નોકરી આપી દીધી છે. આ મામલે કોર્પોરેટર આશિશ જોશીએ નવાપુરા પોલીસમાં પણ ફરિયાદ કરી હતી અને બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ કરેલી છે.અને તેની તપાસ હાલ ચાલી રહી છે. એસીબી દ્વારા રાજ્ય સરકારને સમગ્ર મામલા અંગે રિપોર્ટ મોકલેલો છે. 


જીતેશ ત્રિવેદી ની નોકરીનો અંત લાવવા કોર્પોરેટર આશિષ જોશીએ પોતાના સ્તરે અથાગ પ્રયાસો કરેલા છે. કમિશનરે રાજ્ય સરકારને પણ વિશ્વાસમાં લીધા વગર અને મંજૂરી લીધા વગર જ જીતેશ ત્રિવેદીને 2 વર્ષ સુધી એક્સ્ટટેંશન (ફેર નિમણુંક ) આપીને ગુનાઇત કૃત્ય કર્યું છે. શહેરી વિકાસ વિભાગે પત્ર લખીને જીતેશ ત્રિવેદીની નિમણુકને રદ કરવા પણ જણાવ્યું હતું. પણ કમિશનર શહેરી વિકાસ વિભાગને પણ ઘોળીને પી ગયા છે. કમિશનર દિલીપ રાણા અને જીતેશ ત્રિવેદી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ કારણ કે બંનેએ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે અને આ 2 વર્ષમાં બંનેએ સાથે મળીને જે બિલ્ડરોં, આર્કીટેકોને એન ઓ સી સહીત જે પણ મજૂરી આપી હોય, કાળા ચિઠ્ઠા ઉભા કર્યા છે તેને પણ રદ કરવા જરુરી છે. વડોદરાના કમિશનર દિલીપ રાણા પોતાને રાજ્ય સરકારથી પણ ઉપર સમજે છે કારણ કે કોર્પોરેશનના જ નિવૃત્ત ટીડીઓને તેમણે સરકારની મંજૂરી વગર જ 2 વર્ષ સુધી કોર્પોરેશનમાં ફેર નિમણુંક આપી હતી. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે વારંવાર આ અધિકારીને તાત્કાલિક અસરથી દુર કરવા માટે પત્ર લખેલા છે પણ કમિશનર પોતે જ સરકાર હોય તેમ શહેરી વિકાસ મંત્રાલયને પણ ઘોળીને પી ગયા હતા..જીતેશ ત્રિવેદી કોર્પોરેશનમાં ટીડીઓ તો હતા જ પણ સાથે લેન્ડ એસ્ટેટ વિભાગના એચઓડી પણ હતા તો સાથે ઈન્ચાર્જ ડે.કમિશનર પણ હતા.એક સમયે પાલિકામાં એક સાથે તે ત્રણ-ત્રણ હોદ્દા ભોગવતા હતા અને રાણાજીના પ્રતાપે તેમને કોઇને પણ પૂછ્યા વગર ત્રણ હોદ્દા હોવાના કારણે એક જ ફાઇલમાં ત્રણ સહીઓ કરવાની રહેતી હતી. જે રીતે સરકારના નિયમોનો ભંગ કરીને રાણાજીએ જીતેશ ત્રિવેદીને 2 વર્ષ સુધી ગેરવકાયદેસર રીતે એક્સ્ટટેંશન આપીને ચલાવ્યા તેને જોતાં હવે આ 2 વર્ષમાં બિલ્ડરો અને આર્કિટેક્ટ દ્વારા હાઇરાઇઝ પ્રોજેક્ટ અને લો રાઇઝ બિલ્ડીંગો સહિતની જે પણ મંજૂરીની ફાઇલ મુકાઇ હતી અને તેમાં જીતેશ ત્રિવેદીએ સહી કરીને મંજૂરી આપી હતી તે તમામ મંજૂરીઓ રદ થવી જોઇએ. કમિશનર સામે આ બાબતે કડક કાર્યવાહી થશે તો જ વડોદરાની જનતાને યોગ્ય ન્યાય મળશે

જીતેશે સહી કરેલી ફાઇલોની ફેર તપાસ કરવી જોઇએ...
જીતેશ ત્રિવેદીના 2 વર્ષના કાર્યકાળમાં જે પણ ફાઇલોને તેમણે મંજૂર કરેલી છે તેની ફીથી તપાસ થવી જ જોઇએ કારણ કે તેમની નિમણુંક જ ગેરકાયદેસર થઇ છે અને રાજ્ય સરકારની મંજૂરી પણ તેમાં નથી. જીતેશ ના કાર્યકાળમાં શહેરમાં ચાલતા સ્પેશીયલ પ્રોજેક્ટ, આવાસ યોજના, હાઇરાઇઝ ટાવર, હોટલ અને કોમર્શિયલને જેટલી પણ મંજૂરી આપવામાં આવી છે તેની ફેર તપાસણી થવી જરુરી છે કારણ કે કમિશનરે નિયમો વિરુદ્ધ તેમને કોર્પોરેશનમાં ઠોકી બેસાડેલા છે. કમિશનરે ક્યા કારણોસર નિવૃત્ત ટીડીઓને ફરી નોકરી આપી તે દરેક વડોદરાવાસી સમજે છે અને તેથી જ તેમણે આ 2 વર્ષમાં જે જે ફાઇલો પર સહી કરીને મંજૂરી આપેલી છે તે તમામ રદ થવી જોઇએ કારણ કે કોર્પોરેશનમાં હાલ ફરજ બજાવતા ડે.ટીડીઓ અને ટીડીઓએ પણ મદદગારી સાથે પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીની સાથે મોટો વહીવટ કરેલો છે.



બાંધકામ પરવાનગી શાખાની ટોળકીના કૃત્યોની પણ તપાસ જરુરી....
અમારી જાણ મુજબ નિવૃત્તી પછી આશરે 200 કરોડનો સહિયારો વેપલો છે એવી ચર્ચા છે. બાંધકામ પરવાનગી શાખાની ટોળકી અને તમામ ડેપ્યુટી ટીડીઓ, ટીડીઓની મદદગારી અને સંડોવણી બહાર આવે તો નવાઇ નહી. તમામ અધિકારીઓ એકબીજાના સતત સંપર્કમાં છે અને કોલ રેકોર્ડીંગ પણ ચકાસવી જોઇએ કારણ કે રોજ કરોડોનો વેપલો આ ટોળકી કરતી રહી છે. જાણવા મળ્યા મુજબ કેટલીક ફાઇલો તો ઇરાદાપૂર્વક રેકોર્ડ રુમમાંથી ગાયબ કરી દેવાઇ છે અને હવે તો સ્વતંત્ર તપાસ મુકાશે તો ચોંકાવનારી માહિતીઓ બહાર આવી શકે તેમ છે. વિશ્વામિત્રી નદી ઉપર આવેલા વિવાદીત પ્રોજેક્ટો ઉપર પણ તપાસ થવી જરૂરી છે કારણ કે તેમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે ધ્યાનાકર્ષક છે. 

શહેરી વિકાસ મંત્રાલયે કમિશનરને આ સૂચના આપેલી છે...
ઉલ્લેખનિય છે કે જીતેશ ત્રિવેદીની ગેરકાયદેસર નિમણુંક બાબતે સરકારના શહેરી વિકાસ મંત્રાલયે વખતો વખત કમિશનરને પત્ર લખીને જીતેશ ત્રિવેદીને તાત્કાલિક અસરથી દુર કરવા જણાવેલું છે પણ કમિશનર તો શહેરી વિકાસ મંત્રાલયને ગાંઠતા જ નથી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્શન અધિકારીએ કમિશનરને જે પત્ર લખ્યો છે તેમાં લખાલેયું છે કે જીતેશ રમણલાલ ત્રિવેદી નિવૃત્ત થયેલ છે અને આપની મહાનગરપાલિકાની સામાન્ય સભાના ઠરાવ મુજબ ત્રિવેદીને 11 માસ માટે કરાર આધારીત નિમણુક કરવા માટે કમિશનરને અધિકૃત કરવાનું ઠરાવામાં આવ્યું છે . પત્રમાં આગળ લખેલું છે કે જો ત્રિવેદીને સામાન્ય સભાના ઠરાવ મુજબ કરાર આધારીત નિમણુક અપાઇ હોય તો સામાન્ય વહિવટ વિભાગના ઠરાવની વિગતો ધ્યાનમાં લઇને આ અધિકારીની સેવાનો અંત લાવવા અને તેની જાણ આ વિભાગને કરવી.આમ છતાં કમિશનરે જીતેશ ત્રિવેદીને નોકરી પર ચાલુ જ રાખ્યા હતા

મે એસીબી અને પોલીસમાં ફરિયાદ કરેલી છે...આશિષ જોશી 
જીતેશ ત્રિવેદીની ફેર નિમણુક બાબતે મે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને 2 મહિના પોલીસે તપાસ કરી હતી. જીતેશને પણ પોલીસે જવાબ આપવા બોલાવ્યો હતો પણ તે આવ્યો જ ન હતો. આખરે પોલીસે મને લખીને આપ્યું કે આ કેસમાં કોર્ટ રાહે દાદ લેવા અભિપ્રાય છે અને મારી અરજી દફતરે કરી હતી. ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોના વડા ડો,શમશેરસિંઘને મે રુબરુ મળીને અરજી આપી હતી અને જીતેશને સરકારની મંજૂરી વગર કમિશનરે ફરી નોકરી આપી છે તે બાબતના પુરાવા રજૂ કર્યા હતા. ત્યારબાદ વડોદરા એસીબીમાં મને બોલાવાતા મે ત્યાં જઇને જવાબ લખાવ્યો હતો. મે વડોદરા એસીબીમાં પણ મારી ફરિયાદને લગતાં પુરાવા આપેલા છે કે કમિશનરે તાત્કાલિક અસરથી જીતેશની સેવાનો અંત લાવવો જોઇએ. જીતેશે નોકરી જ ખોટી કરેલી છે. છતાં તેને ચાલુ રખાયેલો હતો. હવે એસીબીએ મને કહ્યું છે કે તેઓ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલશે અને સરકારની મંજૂરી મળશે ત્યારે આગળની કાર્યવાહી થશે.

આશિષ જોશી, કોર્પોરેટર

Reporter: admin

Related Post