રૂપિયા ૧૪,૦૦૦ની લાંચ લેતા દાહોદ એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામમાં એક શાળાના આચાર્ય લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. આચાર્ય ગોપાલભાઈ વસ્તાભાઈ ચમારને (રહે. ૧૩, નંદ નગર સોસાયટી, મેઘરજ) રૂ. ૧૪,૦૦૦ની લાંચ લેતા તેમની જ ઓફિસમાં રંગેહાથ પકડવામાં આવ્યા હતા.
વાહનના ભાડામાંથી લાંચની માગણી
પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય ગોપાલભાઈ ચમાર શાળાના બાળકોને લાવવા-મુકવા માટે રાખવામાં આવેલ વાહનના માલિક પાસેથી લાંચની રકમ માંગતા હતા. શાળા માટે વાહનનું ભાડું રૂ. ૨૮,૫૯૦ ગત ૩૦ માર્ચ, ૨૦૨૫ના રોજ માલિકના બેન્ક ખાતામાં જમા થયું હતું. આ પૈકી આચાર્ય દ્વારા રૂ. ૧૪,૦૦૦ની લાંચની માગણી કરવામાં આવી હતી.વાહન માલિક લાંચ આપવા ઇચ્છતા ન હતા, તેથી તેમણે દાહોદ એસીબીનો સંપર્ક કર્યો. તેમની ફરિયાદને આધારે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી ૪ એપ્રિલના રોજ પીપોદરા શાળામાં છટકું મારી આચાર્યને પકડ્યો.
ઓફિસમાં લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
દાહોદ એસીબી ટીમના અધિકારી કે.વી. ડીંડોરના નેતૃત્વમાં કારમો એસીબી ઓપરેશન કરવામાં આવ્યું. આચાર્ય ગોપાલભાઈ ચમાર તેમની જ ઓફિસમાં લાંચની રકમ લેતા હતા ત્યારે એસીબી ટીમે તેમને ઝડપી લીધા.
શિક્ષણ જગતમાં ચકચાર
આ ઘટના દાહોદના શિક્ષણ જગત માટે મોટો ધકકો ગણાય છે. આચાર્યના લાંચ લેવાના સમાચારથી શાળા સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો. દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગમાં પણ આ મામલે ભારે ચર્ચા ચાલી રહી છે.દાહોદ એસીબી પોલીસે આચાર્ય વિરુદ્ધ લાંચરખત કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના દ્વારા એસીબી દ્વારા શાળા-શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર પર સખત પગલા ભરવાનો સંકેત અપાયો છે.
Reporter: admin