નવી દિલ્હી : પરમાણુ હથિયાર દેશો ઉપર નજર રાખતી સંસ્થા સિપ્રીના રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 2023માં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, નોર્થ કોરિયા અને ઈઝરાયેલે પરમાણુ હથિયારોનું વધુમાં વધુ આધુનિકરણ કર્યું છે. વર્ષ 2024માં કુલ પરમાણુ બોંબની સંખ્યા હવે 12,121 પર પહોંચી ગઈ છે.
પરમાણુ બોમ્બનો જરૂર પડે ઉપયોગ થઈ શકે તે માટે, આમાંથી 9585 પરમાણુ બોમ્બ સેનાના ભંડારમાં મુકવામાં આવ્યા છે, જ્યારે 3904 પરમાણુ બોમ્બ મિસાઈલો અને ફાઈટર પ્લેનમાં રાખવામાં આવ્યા છે, જે વર્ષ 2023ની તુલનાએ 60 વધુ છે. રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ કહેવાઈ છે કે, કુલ પરમાણુ બોમ્બમાંથી 2100 બોમ્બ મિસાઈલોની અંદર એલર્ટ પર રખાયા છે.
ભારત અને પાકિસ્તાનની વાત કરવામાં આવેતો વર્તમાન સ્થિતી મુજબ ભારત પાસે 172 પરમાણુ બોમ્બ તો પાકિસ્તાન પાસે 170 પરમાણુ બોમ્બ છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, પરમાણુ બોમ્બ ન ધરાવતા નવ દેશોએ પોતાના હથિયારોને ટેકનોલોજીથી સજ્જ કર્યા છે. એટલું જ નહીં આ દેશોએ પરમાણુ હથિયારો તહેનાત પણ કર્યા છે. જ્યારે ભારતના સૌથી મોટા દુશ્મન ચીનની વાત કરીએ તો તેના પરમાણુ બોમ્બની સંખ્યા એક વર્ષમાં 410થી વધીને 500 સુધી પહોંચી ગઈ છે.
પાકિસ્તાને છેલ્લા એક વર્ષથી એકપણ પરમાણુ બોમ્બ બનાવ્યો નથી, જ્યારે ભારતે એક વર્ષમાં આઠ પરમાણુ બોમ્બ બનાવી પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. ભારતના પરમાણુ બોમ્બની સંખ્યા હવે દુશ્મન દેશ પાકિસ્તાનથી વધુ થઈ ગઈ છે.વર્તમાન સ્થિતી મુજબ ભારત પાસે 172 પરમાણુ બોમ્બ તો પાકિસ્તાન પાસે 170 પરમાણુ બોમ્બ છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે.
Reporter: News Plus