News Portal...

Breaking News :

વડોદરા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરાયો

2024-06-17 19:15:12
વડોદરા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં  ફેરફાર કરાયો





વડોદરા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 19010 બાડમેર - બાંદ્રા ટર્મિનસ હમસફરનો આગમન-પ્રસ્થાનનો સમય 23.06.2024 થી વડોદરા સ્ટેશન પર  09:38/09:48 ના બદલે 09:38/09:43 કલાક રહેશે. 
ટ્રેન સંખ્યા 14805 યશવંતપુર - બાડમેર એક્સપ્રેસનો તારીખ 18.06.2024 થીવડોદરા સ્ટેશન પર આગમન - પ્રસ્થાનનો સમય 16:26/16:33 નાબદલે 16:26/16:31 કલાકનો રહેશે.





ટ્રેન નંબર 20483 ભગતકીકોઠી - દાદર સુપર ફાસ્ટનો તા.18.06.2024 થી તથા ટ્રેન સંખ્યા 12489 બિકાનેર -દાદર સુપર ફાસ્ટનો તારીખ 19.06.2024 થી વડોદરા સ્ટેશન પર આગમન - પ્રસ્થાનનો સમય 16:26/16:33 ના બદલે 16:26/16:31 કલાકનો રહેશે.




ટ્રેન ની સંખ્યા 14806 બાડમેર - યશવંતપુર એક્સપ્રેસનો તારીખ 21.06.2024 થી વડોદરાસ્ટેશન પર આગમન - પ્રસ્થાનનો સમય 08:48/09:08 વાગ્યાના બદલે 08:48/08:53 કલાકનો રહેશે.
ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Reporter: News Plus

Related Post