વડોદરા : વારસિયા રોડ પર શાહીબાગ સોસાયટીમાં રહેતા વકીલ કમલાબેન અરવિંદભાઈ રાજ ગઈકાલે પાડોશીના પૌત્રીના લગ્નમાં સાંજે 7:30 વાગે પુત્રવધુ તથા પૌત્ર સાથે મોપેડ પર બેસીને સોમા તળાવ ચાર રસ્તા પાસે સ્વાગત પાર્ટી પ્લોટમાં ગયા હતા. રાત્રે 9:30 વાગે પાર્ટી પ્લોટ ખાતેથી મોપેડ લઈને તેઓ ઘરે જવા નીકળ્યા હતા.
તેમની પુત્રવધુ મોપેડ ચલાવતા હતા ત્યારે સોમા તળાવથી ગુરુકુળ ચાર રસ્તા તરફ થઈ એસએસવી સ્કૂલ નજીકથી તેઓ પસાર થતા હતા.
તે સમયે પાછળથી બે આરોપીઓ બાઇક લઈને આવ્યા હતા અને કમળાબેનના ગળામાંથી સોનાની બે તોલા વજનની પેન્ડલવાળી ચેન તોડીને ગુરુકુળ ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા. કમળાબેને બુમા બુમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ બાઈક ચાલક આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. બંને આરોપીઓએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. 1.40 લાખની કિંમતની સોનાની ચેન તોડીને ભાગી જનાર આરોપીઓને પકડવા માટે કપુરાઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
Reporter: admin