મુંબઈ : અભિનેતા સૈફ અલી ખાન પરના હુમલાના કેસમાં, મુંબઈ પોલીસે મંગળવારે મોડી રાત્રે ફરીથી ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ આરોપી શરીફુલે ઈસ્લામને સૈફના ઘરથી લગભગ 500 મીટર દૂર લઈ ગયા હતા. લગભગ 4 થી 5 મિનિટ સુધી અહીં રોકાયા બાદ પોલીસ આરોપીઓને લઈને પોલીસ સ્ટેશન પરત આવી હતી.
'સૈફ માત્ર 5 દિવસમાં જ આટલો ફિટ થઈ ગયો?':શિવસેનાના નેતાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો તો CCTV ક્યાં છે?
સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલથી ઘરે પહોંચવામાં લગભગ 15 મિનિટનો સમય લાગ્યો હતો.
અભિનેતા સૈફ અલી ખાન પરના હુમલાના કેસમાં, મુંબઈ પોલીસે મંગળવારે મોડી રાત્રે ફરીથી ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ આરોપી શરીફુલે ઈસ્લામને સૈફના ઘરથી લગભગ 500 મીટર દૂર લઈ ગયા હતા. લગભગ 4 થી 5 મિનિટ સુધી અહીં રોકાયા બાદ પોલીસ આરોપીઓને લઈને પોલીસ સ્ટેશન પરત આવી હતી.
અગાઉ, મંગળવારે સવારે 3 વાગ્યે ક્રાઇમ સીન રિક્રિએટ કરવામાં આવ્યો હતો. આરોપીને સૈફની સોસાયટીમાં લઈ જવામાં આવ્યો હતો. શરીફુલને એવી જ બેગપેક પણ પહેરાવામાં આવ્યું હતું, જેમ કે તેણે ઘટના સમયે પહેરી હતી. ફોરેન્સિક ટીમે 19 ફિંગરપ્રિન્ટ્સ કલેક્ટ કરી. આરોપી બાથરૂમની બારીમાંથી સૈફના ઘરમાં ઘૂસ્યો હતો અને હુમલો કર્યો હતો. બાદમાં તે અહીંથી જ બહાર આવ્યો હતો. સૈફ-કરીનાના પુત્ર જેહ ઉર્ફે જહાંગીરના રૂમમાંથી આરોપીની ટોપી મળી આવી છે. ટોપીમાંથી મળેલા વાળને ડીએનએ ટેસ્ટિંગ માટે સ્કૂલ ઓફ મેડિસિન મોકલવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસે 19 જાન્યુઆરીની મોડી રાત્રે આરોપી શરીફુલની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે તે બાંગ્લાદેશમાં કુસ્તીનો ખેલાડી હતો. શરીફુલ 5 દિવસ પોલીસ રિમાન્ડ પર છે. તેને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.
Reporter: admin