માંડવી અને ચાર દરવાજાના ઐતિહાસીક વારસાને બચાવવા માટે પૂજારી હરિઓમ વ્યાસ છેલ્લા 110 દિવસથી તપ કરી રહ્યા છે અને આખરે તેમનું તપ ફળે તેમ લાગી રહ્યું છે.
મ્યુનિ.કમિશનર માંડવી તથા લહેરીપુરા દરવાજા સહિતના ઐતિહાસીક વારસાને બચાવવા માટે ગંભીર થયા છે અને તેમણે આ માટે પ્રયાસો પણ શરુ કર્યા છે. મીડિયા સાથે વાત કરતા કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે માંડવી ગેટ રિનોવેશનનું ટેન્ડર રેડી છે. લહેરીપુરા ગેટ બાબતે પણ ચર્ચા થઇ રહી છે. ટેક્નિકલ એક્સપર્ટ તથા હેરીટેજ એક્સપર્ટ સાથે પણ ચર્ચા થઇ રહી છે
તો ગયા સપ્તાહે ગુજરાત ટુરીજમ સાથે પણ બેઠક કરી છે અને તેમાં માંડવીથી લહેરીપુરા સુધી હેરીટેજ વોકવે બનાવાની પણ ચર્ચા કરાઇ હતી. આ મામલે રાજવી પરિવાર પાસે પણ મિટીંગ કરાશે તથા વડોદરાના જે લોકો રસ ધરાવે છે તેમની સાથે ચર્ચા કરાશે અને આગામી દિવસોમાં વર્કશોપ પણ થશે.
Reporter: admin







