વડોદરા: વાઘોડિયા વિસ્તારમાં દશામાના વ્રત દરમિયાન એક મંદિરમાં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની એક ઘટના ને ખોટી સાબિત થતા આજે મંદિરની ભૂઈએ પત્રકાર પરિષદ યોજી અને તમામ કહીકત જણાવી હતી.

સાંઢણીની આંખોમાંથી ધી નીકળવાની ધટના માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા. પરંતુ હવે આ આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું છે, અને મંદિરની ભૂઈએ રૂપિયા કમાવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે. સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે, માટીની બનેલી સાંઢણીના આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં.
પરંતુ, ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી. હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું છે. આ મંદિરની સેવા કરતી ભૂઈએ આજે મંદિર ની પરિસદમાં પત્રકાર પરિષદ યોજી હતી અને ધર્મ પર આંગળી કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
Reporter: admin







