ભારદારી વાહનો ફરી બેફામ

વડોદરા : શહેરમાં ભારદારી વાહનો ફરી બેફામ બન્યા છે અનેક અકસ્માત સર્જાયા હોવા છતાં પણ ભારદારી વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે,વડસર બ્રિજ પાસે બેફામ બનેલા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જ્યો હતો.

વડસર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા રાહદારીને ડમ્પર ચાલકે અડફેટમાં લેતા રાહદારી ફંગોળાયા હતા.જેમને ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Reporter: admin







