બાળકો સાથે વડીલો પણ જોડાયા પાઠમાં, દીકરીઓનું પૂજન બાદ માતાજીના ગરબા
આજે સાંજે વડોદરાના વિઠ્ઠલનાથજી મંદિરમાં ભક્તિભાવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંજે ૬થી ૭ વાગ્યાની વચ્ચે મંદિર પ્રાંગણમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યો હતો. આ પાઠમાં બાળકો સાથે વડીલ ભક્તો પણ જોડાયા હતા, જેના કારણે સમગ્ર મંદિર પ્રાંગણમાં ભક્તિરસ ગુંજાયો હતો.સાંજે ૭ વાગ્યે પરંપરાગત વિધિ મુજબ કુવારીકા દીકરીઓનું પૂજન અને આરતી યોજાઈ હતી. આ પાવન કાર્યમાં વિઠ્ઠલ મંદિરના જ્યોત્સનાબેન રામકૃષ્ણ વ્યાસ, મીનાબેન શૈલેષભાઈ મહેતા, સત્યમભાઈ શર્મા, ઉમેશભાઈ જોશી, ચિરાગભાઈ, રાકેશભાઈ વ્યાસ તેમજ મંદિરના અનેક ભક્તોએ ભાગ લીધો હતો.

દીકરીઓનું પૂજન, અર્ચન અને આરતી ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી હતી.કાર્યક્રમની સમાપ્તિ બાદ મંદિરમાં હાજર વડીલ બહેનોએ બાળકી જેવી ભાવના સાથે માતાજીના ગરબા રમ્યા હતા. આ પ્રસંગે મંદિર પ્રાંગણમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવનું માહોલ છવાયો હતો.



Reporter: admin







