હાલોલ જીઆઇડીસી તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલા અનેક નાના મોટા કારખાનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ ઓછા માઇક્રોનના સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલા બનાવવામાં આવે છે જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન પર સંપૂર્ણપણે રોક લગાવવા અને આવો એકમોને અંકુશમાં લાવવા માટે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા હાલોલ એસ.ડી.એમ. હાલોલ ડીવાયએસપી, હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી સહિતના તંત્રના અધિકારીઓની એક કમિટીની રચના કરી ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી હતી હતી જે કમિટીને બન્યાને હજુ પાંચથી છ દિવસ જેટલો સમય ગાળો થયો છે

જેમાં પાંચથી છ દિવસના ટૂંકા ગાળામાં જ ટાસ્ક ફોર્સ કમિટીએ એક્શનમાં આવી હતી અને હાલોલ જીઆઇડીસી નજીક ગેટ મુવાળા રોડ પર આવેલી એક કંપનીમાં ટાસ્ક ફોર્સ કમિટીની ટીમે આકસ્મિક છાપો મારી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં આજે શુક્રવારે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, એસ.ડી.એમ.ના પ્રતિનિધિ,હાલોલ ડી.વાય.એસ.પી.ના પ્રતિનિધિ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી દવે સાહેબ તેમજ તેઓની સાયન્ટિફિક ઓફિસરની ટીમ તેમજ હાલોલ નગરપાલિકાની ટીમ મળી કુલ 15 જેટલા વ્યક્તિઓની ટીમે ગેટ મુવાળા રોડ પર આવેલી રામદેવ એન્ટરપ્રાઇઝમાં છાપો મારી કંપનીમાં બનતા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના 5 ટન જેટલા ઝભલાનો જથ્થો તેમજ 35 ટન ઝબલા બનાવવામાં વપરાતા પ્લાસ્ટિકના દાણાનો જથ્થો મળી કુલ 36 લાખ રૂપિયાનો જથ્થો રેડ કરી પાડ્યો હતો

જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે સ્થળ પરથી વિવિધ પ્લાસ્ટિકના ઝભલા અને દાણાના સેમ્પલ લઇ એફએસએલ માટે મોકલી આપ્યા હતા જ્યારે હાલોલ નગરપાલિકાની ટીમે ઝડપાયેલા તમામ માલ સામાનનું પંચનામું કરી કંપનીને બહારથી સીલ મારી દીધું હતું જેને લઈને હજુ પણ કેટલીક કંપનીઓમાં બંધ બારણે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલા બનાવતા કારખાનાના સંચાલકોમાં ભારે ભય સાથે દોડધામ મચી જવા પામી હતી જોકે આ બાબતે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે જ્યાં સુધી હાલોલની ધરતી પરથી સંપૂર્ણ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલા નેસ્ત નાબૂદ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન કરતા તમામ એકમોને શોધી શોધીને સીલ કરી દેવાની કામગીરી અવીરતપણે ચાલુ રહેશે તેવી માહિતી આપી હતી.

Reporter: admin







