હોલિકા દહન એટલે કે હોળીના તહેવાર બાદ આવતી પ્રથમ છઠ્ઠ સાતમનો સમસ્ત મારવાડી સમાજના લોકોમાં અનેરો મહિમા અને શ્રદ્ધાભાવ છે જેને લઈને સમસ્ત મારવાડી સમાજ દ્વારા છઠ્ઠ સાતમની વર્ષોથી પરંપરાગત રીતે ભારે ધાર્મિક અને શ્રદ્ધા સાથે ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરાય છે

જેમાં છઠ્ઠ સાતમના દિવસે ટાઢું ખાવાની પણ ધાર્મિક પરંપરા સાથેની પ્રથા છે જે અંતર્ગત આજે શુક્રવારે ભાદરવા વદ સાતમ એટલે કે હોળી પછીની પ્રથમ છઠ્ઠ સાતમની સમસ્ત મારવાડી સમાજ હાલોલ દ્વારા ભારે આસ્થા અને શ્રદ્ધા ભાવ સાથે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉજવણી કરાઈ હતી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે હાલોલ નગરના દાવડા વિસ્તારમાં આવેલ બળીયા બાપજી મંદિર ખાતે હાલોલ નગર ખાતે વસતા સમસ્ત મારવાડી સમાજ દ્વારા ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક છઠ્ઠ સાતમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વર્ષોની પરંપરા પ્રમાણે બળીયા બાપજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મારવાડી સમાજના લોકોએ ટાઢું ખાઈ છઠ્ઠ સાતમ પર્વ મનાવ્યું હતું તેમજ બળીયા બાપજી મંદિર ખાતે બળીયા બાપજીની પૂજા અર્ચના કરીને ભારે શ્રદ્ધાભાવ સાથે આસ્થા પૂર્વક છઠ્ઠ સાતમની ઉજવણી કરી હતી.


Reporter: admin