21મી માર્ચને સમગ્ર વિશ્વભરમાં વિશ્વ વન દિવસ તરીકે મનાવવામાં આવે છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા અને હાલોલ તાલુકા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે 21મી માર્ચ માર્ચ શુક્રવારના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં પંચમહાલ જિલ્લા વન વિભાગના ડી.સી.એ.ફ એમ.એલ.મીનાની અધ્યક્ષતામાં તેમજ હાલોલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતિષ બારીયા અને હાલોલ રેન્જ ફોરેસ્ટના અન્ય સ્ટાફની હાજરીમાં હાલોલ તાલુકાના પ્રસિધ્ધિ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં માંડવી ખાતે આવેલ માંડવી ઇકો ટુરિઝમ સાઈડ ખાતે જેપુરા પ્રાથમિક શાળાના સહયોગથી નેચર એજ્યુકેશન કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જેપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ગણને માંડવી ઇકો ટુરીઝમ સાઈટની મુલાકાત કરાવી જંગલમાં રહેતા વન્ય જીવો તેમજ વન્ય જીવનની વન્યની અને પ્રાકૃતિક બાબતોની માહિતી આપવામાં આવી હતી
તેમજ વિવિધ વૃક્ષો, છોડ, રોપાઓ અંગેની પણ માહિતી આપી પર્યાવરણને લગતી માહિતીથી માહિતગાર કરાયા હતા આ પ્રસંગે ડી.સી.એફ. એમ.એલ. મીના તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતિષ બારીયા સહિત હાલોલ રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈએ માંડવી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ વન દિવસની ઉજવણી કરી હતી.
Reporter: admin







