પોરબંદરની કંપનીને મળી સફળતા, હવે ધીમે ધીમે ટેન્કરને પાછળ ખેંચાશે (ટોપી)
વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે..
પોરબંદરની ખાનગી કંપની પાસે આ ટેન્કર ઉતારવાનો કોન્ટ્રાક્ટ છે..તેમજ ટેકનિશિયલ ટીમે બ્રિજ પર લટકતા ટેન્કરને કાઢવા માટે બલૂન ગોઠવીને લટકી રહેલા ટેન્કરને બ્રિજ પર લાવવામાં સફળતા મેળવી હતી. હવે ધીમે ધીમે આ ટ્રકને પાછળથી ખેંચવામાં આવશે. આ કામગીરીમાં રહેલા અધિકારીઓ કર્મચારીઓની સેફ્ટીની બાબતોનું ખાસ ધ્યાનમ રાખવામાં આવ્યુ છે. આજે દિવસ દરમિયાન ટેન્કરની નીચે બે બલૂન ગોઠવ્યા બાદ તેમા હવા ભરીને બલૂનના પ્રેશરથી ટેન્કર ઉંચુ કરીને કાઢવાની કામગીરી કરાઇ હતી.પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપની આ સમગ્ર કામગીરી નિઃશુલ્ક કરી રહી છે.
આજે બંને બલૂન ગોઠવીને હવા ભર્યા બાદ ટ્રક ઉંચી કરાઇ હતી અને બાદમાં તેને પાછળ તરફ ખેંચી લેવામાં આવી હતી. આજે કોઇ દૂર્ઘટના ના બને તે માટે કોઈ પણ વ્યક્તિને આ સ્થળ પર જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.તેમજ ગંભીરા બ્રિજ તરફનો રસ્તો જ પણ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. ટેન્કરની નીચે બલૂન ગોઠવ્યા બાદ તેમા હવા ભરીને બલૂનના પ્રેશરથી ટેન્કર ઉંચુ કરીને કાઢવાની કામગીરીની ટેકનિક જોઇને લોકો પણ દંગ રહી ગયા હતા. લટકેલું ટેન્કર બ્રિજ પર લઇને અવાતા જ એકત્ર કરાતા જ લોકોએ ચીચીયારીઓ પાડી હતી.
Reporter: admin







