વડોદરા : ગોધરામાંથી પશુઓ ભરીને કતલના ઇરાદે લઈ જતા ટેમ્પાને વડોદરા શહેર નજીક ગોલ્ડન ચોકડી પાસેથી પાસેથી પ્રાણી કુર્તા નિવારણ સંસ્થાના કાર્યકર તથા પોલીસે ઝડપી પાડ્યો હતો. ટેમ્પા માટે 18 જેટલા પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી અપાયા હતા. પોલીસે પશુઓ અને ટેમ્પો મળી 11.72 લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી પશુ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પુષ્પક ડુપ્લેક્ષમાં રહેતા નેહાબેન દ્વારકેશ પટેલે ફરીયાદ ફરિયાદ નોંધાવી છે કે પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થામા મંત્રી તરીકે તેમજ પ્રાણીન ફાઉડેશન ફાઉન્ડર તરીકે સેવા આપુ છું. જીવદયામાં કામ કરતા સતિષભાઈ સનાભાઈ પરમાર તથા રાજુભાઇ પેશાભાઈ ભરવાડ સાથે સવારના મારી ગાડી લઈને ગોલ્ડન ચોકડીથી હાલોલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગોલ્ડન ટોલનાકા પહેલા પસાર થતા હતા ત્યારે હાલોલ રોડથી ગોલ્ડન ટોલનાકા ઉપર એક આઈસર ટ્રક ઉભો હતો. તે દરમ્યાન મને આ આઈસર ટ્રક શંકા જતા ઉભો રાખી તેના ચાલકને પુછપરછ કરતા તેમા પશુઓ ભરેલા હોવાનું જણાવ્યું હતું.
જેથી મેં કંટ્રોલમાં ફોન કરીને પોલીસ બોલાવતા પોલીસ દોડી આવી હતી અને આઇસર ટેમ્પોમાંથી ડ્રાઇવર નીચે ઉતારીને ટેમ્પામાં પશુઓ ભરેલા હતા. પોલીસે ડ્રાઇવર અલ્તાફ અબ્દુલરહિમ ધનત્યા (રહે. સાતપુલ વિસ્તાર વેજલપુર રોડ ગોધરા જી.પંચમહાલ) ની ધરપકડ કરી હતી. જ્યારે પશુ ભરાવનારનું નામ ઈકબાલ મોહમંદ ભૌયુને વોન્ટેડ જાહેર કર્યું છે. પોલીસ દ્વારા ટ્રકમાં બાંધેલ 18 પશુઓ આશરે કિંમત 1.72 લાખ તથા ટેમ્પો રૂ.10 લાખ સહિત રૂ.11.72 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin







