વડોદરા: નવાયાર્ડ વિસ્તારના કુખ્યાત સ્વર્ગસ્થ બાબાખાનના પુત્રએ પોતાના ઘરે આપઘાત કર્યો હોવાથી આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી ગરીબ નવાઝ પાર્ક સોસાયટીમાં રહેતા માથાભારે ગણાતા બાબાખાનનો એકનો એક પુત્ર મોંનુ ગતરોજ સાંજે 7:00 વાગ્યે પોતાના ઘરે આવ્યો હતો અને 7:30 વાગ્યે કોઈ કારણસર તેણે ગળાફાંસો ખાઇ જીવતરને ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. તેની જાણ થતાં પરિવારજનો તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં મોનુને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ વહેલી સવારે 4:00 વાગ્યે તેણે દમ તોડી દીધો હતો.કયા કારણસર તેણે અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે ફતેગંજ પોલીસનો સતત સંપર્ક કરવા છતાં કોઈ જ પ્રત્યુતર મળ્યો ન હતો.
આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આજે બપોરે 12:30 વાગ્યે તેની દફન માટેની વિધિ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી.નવા યાર્ડના કુખ્યાત ગણાતા બાબાખાન પોતાની ઘોડી પર બેસી નર્મદા કેનાલ પાસેથી પસાર થતા હતા ત્યારે ઘોડી સાથે નર્મદા કેનાલમાં પડી ગયા હતા અને તેનું મોત નીપજ્યું હતું. આ અંગેનું રહસ્ય પણ હજુ સુધી ઉકેલાયું નથી.
Reporter: admin