News Portal...

Breaking News :

તાલીબાનોએ આશુરાના શોક કરનારા સામે કડક પગલાં લીધા

2024-07-18 10:31:50
તાલીબાનોએ આશુરાના શોક કરનારા સામે કડક પગલાં લીધા


કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હેઠળ શિયા મુસ્લિમોએ તાલિબાનીઓ પર ઝંડા ફાડી નાખવા અને તંબુઓ ઉખેડી નાખવાનો આરોપ લગાવ્યો છે. 


અફઘાન શિયા મુસ્લિમોએ કહ્યું કે તેમના જ દેશમાં તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. તાલિબાન તેમને મોહરમનો શોક કરવા દેતા નથી.અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને મોહરમને લઈને કડક કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત મોહરમ મનાવવા પર ઘણા નિયમો લાદવામાં આવ્યા છે. તાજેતરમાં,તાલિબાને હેરાત અને અન્ય કેટલાક પ્રાંતોમાં આશુરાના શોક કરનારાઓ સામે કડક પગલાં લીધાં છે, જેમાં શિયા સમુદાય પોતાને તાલિબાન દમન માટે સંવેદનશીલ જણાય છે.મીડિયા રિપોર્ટ અનુસાર હેરાતમાં તાલિબાને શિયા મુસ્લિમોને જૂથ દ્વારા નિયુક્ત ચોક્કસ સ્થળોએ જ મોહરમની ઉજવણી કરવાની સૂચના આપી છે.એક શિયા ધાર્મિક વિદ્વાને જણાવ્યું કે મોહરમને લઈને શિયા વિદ્વાનો સાથે ઘણી બેઠકો થઈ છે. 


તાલિબાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉજવણી નિયુક્ત અને મર્યાદિત વિસ્તારોમાં થવી જોઈએ.મોહરમ દરમિયાન રાહદારીઓ માટે કોઈ રસ્તો કે ફૂટપાથ બંધ ન કરવો જોઈએ.અલી રઝાએ કહ્યું કે,છ-સાત દિવસથી અમે મોહરમની તૈયારી કરી રહ્યા છીએ, તંબુઓ લગાવી રહ્યા છીએ અને શોક સમારોહ માટે ચા-પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ, પરંતુ તાલિબાન અમારી અને અમારા ધર્મની વિરુદ્ધ છે.હેરાતના રહેવાસીઓએ જણાવ્યું કે ‘તાલિબાન દળો સુરક્ષા આપવાના બહાને રાત્રે રસ્તાઓ અને ઘરોના પ્રવેશદ્વાર પર લગાવેલા તંબુઓ અને ઝંડાઓ ઉખેડી નાખે છે. તાલિબાનો અમારી તરફ નફરતની નજરે જુએ છે અને અમને મૌન રહેવા મજબૂર કરવામાં આવે છે.

Reporter: admin

Related Post