વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં રીષી પાર્કમાં રહેતા સજ્જનભાઈ શર્માને કરંટ લાગ્યો હતો,અને બેહોશ થઇ ગયા હતા,જે અંગેની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી

જોકે પાણી ભરાવવાના કારણે 108 એમ્બ્યુલન્સ ચાર રસ્તા સુધી જ આવી શકી હતી,ત્યારે ભરાયેલા પાણીમાંથી સજ્જનભાઈ શર્માને 108 સુધી લઈ જવામાં આવ્યા હતા.જોકે સ્થાનિક લોકોએ ભરેલા પાણીમાં સજન ભાઈને ઉચકી ને લઈ જવાનો વારોનો વારો આવ્યો હતો.

વરસાદને બંધ થયેલ 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં શહેરમાં હજી સુધી પાણી ઓસરીયા નથી.એનો ભોગ અત્યારે નાગરિકો બની રહ્યા છે. શહેરમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી એવી પરિસ્થિતિ આ તંત્રના પાપે થઈ છે.

Reporter: admin







