News Portal...

Breaking News :

ગળતેશ્વર તાલુકાના ઘડિયાળ ગામમાં ચાદીપુરમ વાયરસના કારણે દસ વર્ષના કિશોરનો મૃત્યુ નીપજ્યું

2024-07-25 19:25:18
ગળતેશ્વર તાલુકાના ઘડિયાળ ગામમાં ચાદીપુરમ વાયરસના કારણે દસ વર્ષના કિશોરનો મૃત્યુ નીપજ્યું


ગળતેશ્વર તાલુકામાં છેલ્લા થોડાક સમયમાં અલગ અલગ ગામોમાં ચાદીપુરમ વાયરસના કેશો જોવા મળ્યા છે ત્યારે આજરોજ ગળતેશ્વર તાલુકાના ગડીયા ગામે રહેતા શાંતિલાલ પરમારના દીકરા જેઓની ઉંમર દસ વર્ષ હતી


તેઓને આજથી પાંચ દિવસ પહેલા સામાન્ય તાવ આવતા તેઓને સેવાલિયા પીએસસી ખાતે તેઓની ચકાસણી કરતા તેઓને ચાદીપુરમ વાયરસના લક્ષણો હોવાનો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું હતું ત્યારે તેઓને તાત્કાલિક બરોડા એસ.એ.જી.સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરેલ હતા પરંતુ આજરોજ તેઓનું મૃત્યુ નીપજતા ગળતેશ્વર તાલુકામાં શોખની લાગણી ફેલાઈ ગઈ છે 


તેમજ સાવચેતીના ભાગરૂપે ગળતેશ્વર તાલુકાના આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ રાત્રિ સભાઓ યોજી તેમજ આ રોગ વિશે ગામેગામ લોકોને માહિતગાર કરવાનું કામ કરી રહી છે હાલ ગળતેશ્વર તાલુકાના અમુક ગામોમાં ચાદીપુરમ વાયરસના લક્ષણો વાળા દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય પગલા ભરે અને આ વાયરસથી તાલુકાની પ્રજા બચે તે માટેના સઘળા પ્રયત્નો પણ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

Reporter: admin

Related Post