ડોદરા : આજે વિક્રમ સવંત 2081 ને શ્રાવણ સુદ બીજ ને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કર્યા છે

ત્યારે શહેરના સૂરસાગર તળાવ પાસે આવેલા પૌરાણિક હઠીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. સાથે જ નાડાછડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા. અહીં રાત્રે હઠીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હઠીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે. આગામી 29 તારીખ ને મંગળવારે અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું છે જે વહેલી સવારથી રાત્રે આઠ વાગ્યા સુધી રહેશે. અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને અલગ અલગ વાઘા પહેરાવી તથા હિંડોળા તૈયાર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે જેમાં અંશાવતાર તરીકે હનુમાનજી રૂદ્રના અગિયારમાં અવતાર કહેવાય છે. રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસજી શ્રી હનુમાન ચાલીસામાં વર્ણવે છે કે “શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન”.શિવમહાપુરાણમાં “શતરૂદ્રસંહિતા” ના વીસમાં અધ્યાયમાં “હનુમાનજી”ના ચરિત્રનું વર્ણન છે.મહર્ષિ વેદવ્યાસજી લખે છે કે વિષ્ણુનું મોહિની સ્વરૂપ નિરખીને શિવ માંથી એક તેજ પ્રગટ થયું એ તેજનો સપ્તઋષિઓએ ગૌતમ ઋષિની દીકરી અંજનીના ગર્ભમાં “પવનદેવ” દ્વારા પ્રવેશ કરાવ્યો જે અંશ વાનર રૂપે ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મ લીધો તે “હનુમાનજી”. આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ સિંદુર, કાળા અડદ, કાળા તલ, ચમેલી, સરસવના તેલ,આકડાના ફૂલોની માળા,ધૂપ દીપ સાથે હનુમાનજી મહારાજ ની પૂજા કરી હતી.


Reporter: admin







