મહાનગરપાલિકા દ્વારા આયોજિત યોગ તાલીમ શિબીર નું આયોજન કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા આયોજન કરાયું હતું. ખુબ વ્યસ્ત રહેતા સ્થાનિક નગર સેવકો ની પાખી હાજરી જોવા મળી હતી.
21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ 21 જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો છે આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા દેશોમાં, યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે. વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે.21 જૂન રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે.
ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા શહેર સુરસાગર ખાતે આવેલ પરફોર્મિંગ આર્ટ્સ પાસે યોગ તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વોર્ડ નંબર ૧૩ ના અને ૧૪ ના સ્થાનિક નગર સેવક ની હાજરી જોવા મળી હતી સાથે આટલા મોટા કાર્યકમ માં ૨૦૦ લોકો જ જોડાયા હતા.
Reporter: News Plus