News Portal...

Breaking News :

દેશમાં આમ આદમી સિવાય મોટાભાગના લોકો વીઆઇપી છે.

2024-06-20 10:15:24
દેશમાં આમ આદમી સિવાય મોટાભાગના લોકો વીઆઇપી છે.


દેશના આમ આદમીની તકલીફ એ છે કે એ નિયમિત મતદાન કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે પરંતુ એના સિવાય પહોંચ ધરાવતા મોટા ભાગના લોકો વી.આઈ.પી.છે.આ વી.આઈ.પી. પણું કાયદેસર અને ગેર કાયદેસર ઘણાં બધાં લાભો અપાવે છે જેનાથી આમ આદમી વંચિત રહે છે.



દેશમાં દિવસે ને દિવસે વી.આઈ.પી.સંસ્કૃતિનો પ્રભાવ વધતો જાય છે.જે લોકો સત્તા સંપન્ન છે તેમને અત્યધિક મહત્વ અને સુવિધાઓ આપવામાં આવે છે.આમ આદમી તેનાથી વંચિત રહે છે.એને ડગલે ને પગલે વેઠવું પડે છે.ધારાસભ્યો અને સાંસદો ને ખૂબ રાહતદરે નિવાસ જેવી સુવિધાઓ આપવામાં આવે છે.આશ્ચર્યની વાત એ છે કે આસામ રાજ્યમાં અત્યાર સુધી મંત્રીઓ,અધિકારીઓ વિગેરે નું વીજબિલ સરકાર ભરતી હતી.વીજ વપરાશ મુજબ વીજ બિલ ભરવું એ સૌ ની ફરજ છે.સામાન્ય નાગરિકને વીજળી,પાણી,રસ્તા,બધી સુવિધાઓ માટે વેરો અથવા વપરાશનું બિલ ભરવું જ પડે છે.ક્યાંક ક્યાંક રાજ્ય સરકારો થોડી રાહત આપે છે.ગુજરાતમાં મનપાઓ દ્વારા નિયમિત આગોતરો ઘરવેરો ભરનારને ૫ કે ૧૦ ટકાની રાહત આપવામાં આવે છે.આ પ્રોત્સાહન છે,મફત આપવાની વૃત્તિ નથી.વી.આઈ.પી.સંસ્કૃતિના વિકાસ થી ઘણી અસમતુલા અને ખાઈ સર્જાઈ છે.લોક પ્રતિનિધિઓ ને મોટો પગાર,વિનામૂલ્યે પ્રવાસની સુવિધાઓ, દર કર વગરના નિવાસની સગવડ જેવા લાભો આપવામાં આવે છે.કેટલેક અંશે આ લાભો વાજબી છે.પરંતુ તેમાં વાડી રે વાડી જેવો ઘાટ થાય છે.આજે ગરીબ લોક પ્રતિનિધિ જડવો અશક્ય તો નથી પરંતુ અતિ મુશ્કેલ અવશ્ય છે.સરકારી કર્મચારી દાયકાઓ સુધી સેવા આપે ત્યારે એને નિવૃત્તિ વેતન મળે છે.હવે નવી પેન્શન યોજનામાં આ સુવિધા પણ મર્યાદિત બની છે.જ્યારે લોક પ્રતિનિધિઓ માત્ર એક મુદત સેવા આપે તો પણ આજીવન પેન્શનને પાત્ર બની જાય છે. હા,જેની આર્થિક સ્થિતિ સારી ન હોય એવા જન પ્રતિનિધિને આવો લાભ થોડા પ્રમાણમાં આપી શકાય.પરંતુ સુવિધાઓ આપવામાં કોઈ વિવેકભેદ રાખવામાં આવતો નથી.તેના પરિણામે વી.આઈ.પી.કલ્ચર ફૂલ્યું ફાલ્યું અને વધ્યું છે.તેને બ્રેક મારવાની અને અટકાવવાની જરૂર છે.


આસામના મુખ્યમંત્રી હેમંતા બિશ્વ શર્માએ આ પ્રકારનું વી.આઈ.પી.કલ્ચર ખતમ કરવાનો જે સંકલ્પ વ્યક્ત કર્યો એ ખૂબ આવકાર્ય અને અન્ય રાજ્યોએ અનુસરવા યોગ્ય છે. એમણે મંત્રીઓ અને અધિકારીઓ નું વીજળી બિલ હવે સરકાર નહિ ભરે,તેમને જાતે ભરવું પડશે એવો નિયમ કર્યો છે અને પોતે અને મુખ્ય સચિવ પોતાના બિલો ભરીને એની શરૂઆત કરશે એવી જે જાહેરાત કરી એ આવકાર્ય છે.વીજળી વિનામૂલ્યે આપવાથી વપરાશકાર બેફામ બને છે અને વેડફે છે.ભારત જેવા દેશને આ પોસાય નહિ.એટલે આ પ્રકારની સુવિધાઓ જે કોઈપણ વી.આઈ.પી.કલ્ચર હેઠળ અપાતી હોય,જ્યાં પણ અપાતી હોય,બધે અટકાવવાની જરૂર છે.સરકારી કચેરીઓમાં રાત્રે આઠ વાગ્યા પછી વીજ પુરવઠો આપોઆપ બંધ થઈ જાય એવી સિસ્ટમ ત્યાં લગાવવામાં આવી એ પણ સારું પગલું છે.સરકારી કચેરીઓમાં લાઈટ અને પંખા બંધ કરવાની કોઈ ભાગ્યેજ ચિંતા કરે છે. એ.સી.નો વપરાશ પાત્ર હોય કે ન હોય એવા મોટાભાગના અધિકારીઓ કરે છે. એ પણ સતત ચલાવવામાં આવે છે.આ બધું ઠીક નથી.સરકાર પ્રજાના નાણાંની ટ્રસ્ટી છે.નાગરિકો આર્થિક ખેંચ સહન કરીને વેરા ભરે છે ત્યારે કરના મહત્તમ નાણાં વિકાસ માટે વાપરવા જોઈએ.અને આ દેશમાં કોઈ ખરેખર વી.આઈ.પી.હોય તો તે છેવાડાનો માનવી છે,વંચિત અને સર્વહારા વર્ગો છે.એમની આર્થિક ઉન્નતિ સૌ થી પહેલી અગત્યની ગણાય.પ્રત્યેક સરકારે આ દિશામાં વિચારવું જોઈએ બલ્કે અમલ કરવો જોઈએ...

Reporter: News Plus

Related Post