પેક્ડ ફૂડમાંથી મરેલા જીવજંતુ નીકળવા સામાન્ય બાબત બની છે. બ્રાન્ડેડ કંપનીઓ પણ તેમાથી બાકાત નથી. બાલાજી વેફર્સ ના પેકેટ માંથી તળેલો મૃત દેડકો મળ્યો હતો, હવે હર્શી જેવી બ્રાન્ડેડ કંપનીના ચોકલેટ સીરપની બંધ બોટલમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો
જ્યારે બેંગ્લુરુમાં એક કસ્ટમરે મંગાવેલા પેકિંગમાં જીવતો કોબ્રા આવ્યો હતો. હર્શી ચોકોલેટ સીરપની સીલબંધ બોટલને ખોલવામાં આવી. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટના આ વિડીયોમાં વાઇરલ થયેલી પોસ્ટે યુઝર્સને ચોંકાવી દીધા છે. આ રીલમાં દાવો કરવામાં આવ્યો છે કે હર્શીના ચોકલેટ સીરપની સીલબંધ બોટલની અંદર એક મરેલો ઉંદર મળ્યો છે.પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રામી નામની યુઝરે લખ્યું હતું કે મેં ઝેપ્ટોમાં આપેલા ઓર્ડરમાં આ ચોંકાવનારી ચીજ મળી. આ જાણકારી બધાના આંખ ખોલી દે તેવી છે. આમ કહીને પછી તે બંધ ઢાંકણું ખોલે છે અને સીરપને એક કપમાં નાખે છે. તેમા લોકો મરેલો ઉંદર જુએ છે.
તેના કુટુંબમાંથી કોઈ તેને પાણીથી ધુએ છે જેથી સ્પષ્ટ દેખાય કે અંદર મળેલી ચીજ મરેલો ઉંદર છે.મહિલાએ પોસ્ટમાં લખ્યું હતું કે અમે બ્રાઉની કેકની સાથે ખાવા માટે ઝેપ્ટોમાં હર્શીના ચોકલેટ સીરપનો ઓર્ડર આપ્યો હતો. અમે કેક પર ચોકલેેટ સીરપ નાખવાનો શરુ કર્યો ત્યારે તેમાથી સતત નાના વાળ આવતા અમે તેનું ઢાંકણુ ખોલવાનો નિર્ણય લીધો. તેના ડિસ્પોઝેબલ ગ્લાસમાં નાખતા મરેલો ઉંદર મળ્યો. આ ઉંદર જ છે કે બીજું કંઇ તે જોવા અમે તેને પાણીથી ધોયો તો ખબર પડી કે તે ઉંદર જ છે. કંપનીએ આ પોસ્ટ પર જવાબ આપતા જણાવ્યું હતું કે અમને આ ઘટના બદલ ખેદ છે. અમને બોટલને યુપીસી અને મેન્યુ. કોડ મોકલો જેથી અમારી ટીમ મદદ કરી શકે.
Reporter: News Plus