News Portal...

Breaking News :

જય રણછોડ માખણ ચોરના નાદ થી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી

2024-07-21 11:31:49
જય રણછોડ માખણ ચોરના નાદ થી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી


ડાકોર: આજે અષાઢી પૂર્ણિમાના દિવસને સદીઓથી ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક સ્થાનો પર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. 


હિંદુ શાસ્ત્રો પ્રમાણે ગુરૂ પૂર્ણિમાની દિવસે ખુબ જ પવિત્ર ગણવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે, ગુરુ પૂર્ણિમાએ ડાકોરના ઠાકોરના દર્શને ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અહીં ‘કૃષ્ણમ વંદે જગતગુરુ’ ના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધોગુરુપૂર્ણિમાએ ડાકોરના ઠાકોરની મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતા. 


એટલું જ નહીં પરંતુ મોડી રાતથી દર્શન માટે રાહ જોઈને આતુર ભક્તોએ સવારે 5:15 ના અરસામાં મંગળા આરતીના દર્શન કર્યા હતા. આ સાથે સાથે પગપાળા આવી પહોંચેલા ભક્તોનો થાક દર્શન કરતા જ ઉત્સાહમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વહેલી સવારથી ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ થી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી હતી.

Reporter: admin

Related Post