કુપવાડા: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગુરુવારે થયેલી અથડામણમાં ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી સેનાના જવાનોને ઓસ્ટ્રિયામાં બનેલી સ્ટેયર AUG અસોલ્ટ રાઈફલ મળી આવી છે.
સ્ટેયર એયૂજી અસોલ્ટ રાઈફલ મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો, યુદ્ધ જેવી વસ્તુઓ અને એક પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે રિકવર કરાયેલી વસ્તુઓમાં સ્ટેયર AUG પણ સામેલ છે.આતંકવાદીઓ પહેલાથી જ અમેરિકમાં નિર્મિત એમ-4 કાર્બાઈન રાઈફલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. સુરક્ષા દળોને જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર બંનેમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી તે મળી આવી હતી.
એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે, એમ-4 નો ઉપયોગ મોટાભાગે ટોચના કમાન્ડરો અને જમ્મુ-કાશ્મીરમાં સક્રિય પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. આ રાઈફલ્સ ઘણી એડવાન્સ છે અને તેમાં નાઈટ વિઝન ડિવાઈસ હોય છે.જમ્મુ-કાશ્મીરના પૂર્વ પોલીસ પ્રમુખ એસપી વૈદે કહ્યું કે પાકિસ્તાનની ISI નાર્કો વેપાર દ્વારા ખૂબ પૈસા મળે છે. તેઓ તેનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં ઉપયોગ માટે હથિયાર ખરીદવા માટે કરી રહ્યા છે. ગુરુવારે કુપવાડાના કેરન સેક્ટરમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ આતંકીઓના ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.
Reporter: admin