ચોમાસાની શરૂઆત નથી થઈ તે પહેલા જ વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે
આમેય વડોદરા શહેરમાં ભુવો પડવો એ નવી સુની વાત નથી કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડ તો બનાવવામાં આવે છે પરંતુ તેની યોગ્ય મરામત ન કરવાના કારણે અનેક સ્થળોએ ભુવા પડવાની ઘટના બને છે. વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 14 ખાતે આવેલ ખારિવાવ રોડ ખાતે ભૂવો પડ્યો હતો. વડોદરામાં રવિવારે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, હોલ્ડિંગ પડવાના બનાવો બન્યા છે ત્યારે અનેક વિસ્તારમાં ભૂવા પડવાના સિલસિલા યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા રોડ ખારીવાવ રોડ ખાતે વહેલી સવારે ભૂવો પડ્યો હતો જેમાં આ રોડ પાલિકા દ્વારા બે મહિના પહેલા જ ગટરની કામગીરી કરવામાં આવી હતી જેમાં સેવા સદન મેવા સદન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ રોડ પર આ કેટલાય વાહનો પસાર થાય છે
અને આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો પણ આવલે છે જો કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ સાથે પાલિકા દ્વારા આ રોડ ને વહેલી તકે કામગીરી કરવામાં આવે તો સ્થાનિક લોકોએ માંગ કરી. વડોદરા શહેરને આમેય ખાડોદરા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શહેરમાં ઠેર ઠેર પડેલા ભુવાઓ ચોમાસાનો ધોધમાર વરસાદ પડે તે પૂર્વે પૂરી દેવામાં આવે તે જરૂરી છે અમે ચોમાસાની શરૂઆત આગામી બે ત્રણ દિવસમાં થઈ જશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ છે.
Reporter: News Plus