સ્થાનિક યુવકે નાયબ વનસંરક્ષક ને લેખીતમાં રજૂઆત કરી કાર્યવાહી કરવા માગ કરી...
શહેરની વિશ્વામીત્રી નદીના કલાલી તલસટ સહિત આસપાસના વિસ્તારોના પટ પાસેથી ગેરકાયદેસર રીતે લાકડા કાપવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આ સમગ્ર કૌંભાડ તલસટ ગામના સરપંચ અને તલાટીએ આચર્યું હોવાનો આરોપ સ્થાનિક યુવકે લગાવ્યો છે અને આ મામલે યુવકે નાયબ વનસંરક્ષક ને લેખીતમાં રજૂઆત કરી કાર્યવાહી કરવા માગ કરી છે.

તલસટ ગામામાં રહેતા રાકેશ ઠાકોર નામના યુવકે કરેલી ફરિયાદ મુજબ બુધવારે 19 તારીખે સવારે 10-30 થી 12 વાગ્યાની વચ્ચે તે તેના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે કલાલી ગામની હદમાં આવેલ ખેતરની બાજુવાળા ભાગ તરફ નદીના તટથી પહેલાવાળા વિસ્તારમાં કલાલી સ્મશાનથી ક્લાઉડનાઇન બિલ્ડીંગ સુધી ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે લાકડા કાપવાનું કામ ચાલી રહ્યું હતું અને આ કામ લગભગ 11 માર્ચથી ચાલી રહેલું છે. તેઓ સ્થળ પર પહોંચતાં જ જાણવા મળ્યું હતું કે ખુબ જ મોટા પ્રમાણમાં વૃક્ષછેદન થયેલું છે. આ તમામ વૃક્ષો કાપવાનો ઠરાવ તલસટ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઇ બળવંતભાઇ ઠાકોરે કરેલો છે અને કોઇપણ પ્રકારની પૂર્વ પરવાનગી મેળવેલી નથી. તેમને જાણવા મળેલ છે કે આ પ્રકરણમાં તલસટ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રીતેશભાઇ પરમાર પણ સામેલ છે. અંદાજે 15થી 20 જેટલા ટ્રેક્ટર ભરીને અગાઉ વેચી દીધેલા છે જેમાં મુળ રણુ ગામના વેપારીને રુબરુ મળતા જાણવા મળેલ છે કે નવનીતભાઇ ઠાકોરે તમામ વૃક્ષો કાપવાનું કહેલું છે અને આજે સ્થળ પર તેમણે ટ્રેક્ટર પણ પકડ્યું છે. અન્ય ટ્રેક્ટર પણ હતા. પણ નવનીતભાઇએ દાદાગીરી કરીને સ્થળ પર ટ્રેક્ટર ખાલી કરાવી દીધા હતા અને ટ્રેક્ટર ભગાવી દીધા હતા. આ તમામ ઘટના અટલાદરા પોલીસની હાજરીમાં થયેલી છે. આજે એક જ ટ્રેક્ટર સ્મશાન તલસટ ખાતે પોલીસની હાજરીમાં ખાલી કરેલું છે પણ બાકીના તમામ 15થી 20 ટ્રેક્ટર ના લાકડા બારોબાર વેચી દીધા છે તેના પુરાવા અમારી પાસે છે અને ફોટા તથા વીડિયો પણ છે. તેમણે અરજીમાં કહ્યું છે કે આ ખુબ જ ગંભીર વિષય છે જેથી આ મામલે તાત્કાલીક ધોરણે કાયદેસરની તપાસની કાર્યવાહી કરવા અમારી માગણી છે.

સરપંચે અપશબ્દો બોલી દાદાગીરી કરી...
અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે સરપંચ નવનીત ઠાકોરે અમારી સામે તથા મીડિયાને અપશબ્દો બોલ્યા હતા અને દાદાગીરી કરી હતી. તેમણે ટ્રેક્ટરો ખાલી કરાવી દીધા હતા. નિયમ મુજબ નદીની ધારના જ વૃક્ષો કાપવાના હોય છે પણ તેના બદલે 100 મીટર દુરના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા જેથી આ મામલે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ



Reporter: