વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ગરાડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો મારીને જુગાર રમતા 10 જુગારીયાને ઝડપી પાડવા સાથે રૂપિયા 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, જુગારનો અડ્ડો ચલાવનાર બે સુત્રધાર ફરાર થઇ ગયા હતા.
મળેલી માહિતી પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલને શિનોર તાલુકાના ગરાડી ગામે જુગારનો અડ્ડો ચાલતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે SMCએ દરોડો પાડયો હતો. અને 10 જુગારીયાઓને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગારનો અડ્ડો ચલાવનાર પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા.આરોપીઓ સામે શિનોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે ઝડપી પાડેલા જુગારીયાઓમા શૈલેષ શંકર પ્રજાપતિ (રહે. વડોદરા), અહેમદખા છોટુખાં ગરાસીયા (રહે. ગરાડી), તલ્હા ઈસ્માઈલ પટેલ (રહે. જંબુસર), કીર્તન ભરત બ્રહ્મભટ્ટ (રહે. વડોદરા), અરવિંદ અંબુભાઇ વસાવા (રહે. તિલકવાડા), મોહસીન અખ્તર શેખ (રહે. વીરપુર), અમિત રમેશ પંચાલ (રહે. વડોદરા), રાહુલ મનુ કહાર (રહે. વડોદરા), મુજમિલ મયુદ્દીન મન્સુરી (રહે. ડભોઇ) અને ઝાકીર કાલુ મલેક (રહે. ચોરંદા) અંગ ઝડતી અને દાવ ઉપરથી રૂપિયા 1,60,080 તથા 10 મોબાઇલ રૂપિયા 57000 મળી કુલ રૂપિયા 2,17,800 નો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જુગારનો અડ્ડો ચલાવનારા જગદીશ વિઠ્ઠલ વસાવા (કાયાવરોહણ) અને સલીમખાન મજીદખા ગરાસીયા (રહે, ગરાડી)ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરુ કરી હતી.
Reporter: admin