તિરુવનંતપુરમ: છેલ્લા ઘણા દિવસોથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચર્ચાના કેન્દ્રમાં છે.
જસ્ટીસ હેમા કમિટીના અહેવાલમાં મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓના જાતીય શોષણ થતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેને કારણે ચાલેલી #Metoo મુવમેન્ટ જેવી સ્થિતિ પેદા થઇ છે.એવામાં કેરળ પોલીસે ગુરુવારે વધુ એક FIR નોંધી છે. પોલીસે એક્ટર અને CPIM ના વિધાનસભ્ય એમ મુકેશ સામે બળાત્કારનો કેસ નોંધ્યો હતો. જોકે, એમ મુકેશે બ્લેકમેલનું ષડ્યંત્ર ગણાવી આરોપો નકારી કાઢ્યા છે અને આરોપ લગાવનાર સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાની ધમકી આપી હતી. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓના જાતીય શોષણ અને ઉત્પીડન અંગે જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ જાહેર થયા બાદ, બાદ કોલ્લમ વિધાનસભા સીટ પરથી બે વખત વિધાનસભ્ય રહી ચૂકેલા મુકેશ સામે આરોપ લાગવવામાં આવ્યો હતો. ત્યાર બાદથી મુકેશ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા અને પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યો છે.
મંગળવારે, એક ફેસબુક પોસ્ટમાં, મુકેશે તેના સહિત અન્ય સભ્યો સામેના આરોપોની ઉચિત તપાસની માંગ કરી હતી. તેમની સામેની એક ફરિયાદનો ઉલ્લેખ કરતા મુકેશે કહ્યું, “તેઓએ મને પૈસાની માંગ કરીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. હું આવી બ્લેકમેલના ષડયંત્રો સામે ઝુકવા તૈયાર નથી. સત્ય બહાર આવવું જોઈએ. હું આવા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરીશ.”જાતીય શોષણની ફરિયાદોને પગલે પોલીસે દિગ્ગજ એક્ટર સિદ્દીક અને ડાયરેક્ટર રંજીથ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો હતો. સિદ્દીકીને એક્ટર્સ બોડી એસોસિએશન ઑફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ્સના જનરલ સેક્રેટરી તરીકે અને રંજીથને રાજ્યની એકમ કેરળ ચલચિત્ર એકેડમીના અધ્યક્ષ તરીકેના પદ છોડવાની ફરજ પડી હતી.
Reporter: admin